________________
[ ૧૩૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |
६९ मणुस्सपुरिसाणं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहत्त, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुवकोडिपृहुत्तमब्भहियाई; धम्मचरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी।
एवं सव्वत्थ जाव पुव्वविदेह-अवरविदेह कम्मभूमिग मणुस्सपुरिसाणं । अकम्मभूमिग मणुस्सपुरिसाण जहा अकम्मभूमिगमणुस्सित्थीण जावअतरदीवगाण। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! મનુષ્ય પુરુષ, મનુષ્ય પુરુષરૂપે કેટલા સમય સુધી રહી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! ક્ષેત્રની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી મનુષ્ય પુરુષ રૂપે રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડપૂર્વ વર્ષ સુધી મનુષ્ય પુરુષ રૂપે રહી શકે છે. - આ પ્રમાણે સર્વત્ર પૂર્વવિદેહ, પશ્ચિમ વિદેહ સુધી કર્મભૂમિના મનુષ્ય પુરુષોની કાયસ્થિતિ જાણવી જોઈએ. જેવી રીતે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની કાયસ્થિતિ કહી છે, તેવી જ રીતે અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની યાવત્ અંતરદ્વીપજ અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની કાયસ્થિતિ કહેવી જોઈએ.
७० देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जावसव्वत्थसिद्धगाणं । ભાવાર્થ-દેવપુરુષોની જે ભવ સ્થિતિ કહી છે, તે જ તેની કાય સ્થિતિ છે. આ રીતે સર્વાર્થસિદ્ધના દેવ પુરુષો સુધી કહેવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોની કાયસ્થિતિનું પ્રતિપાદન છે.
પુરુષ, પુરુષ પર્યાયનો ત્યાગ કર્યા વિના જેટલા સમય સુધી નિરંતર પુરુષરૂપે રહી શકે છે, તે કાલમર્યાદાને પુરુષની કાયસ્થિતિ કહે છે. સમુચ્ચય પુરુષ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ પર્યત પુરુષ પુરુષરૂપે રહી શકે છે. જઘન્ય કોઈ પુરુષ અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને સ્ત્રી આદિરૂપે ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- કોઈ મનુષ્ય પુરુષ અથવા તિર્યંચ પુરુષ આયુષ્ય પૂર્ણ કરી દેવરૂપે ઉત્પન્ન થાય, દેવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય અથવા તિર્યચમાં ઉત્પન્ન થાય, આ રીતે મનુષ્ય, તિર્યંચ અને દેવભવમાં નિરંતર પુરુષવેદને પ્રાપ્ત કરે. આ રીતે અનેક સો સાગરોપમ પર્યત પુરુષરૂપે રહી શકે છે. અનેક સો સાગરોપમની સ્થિતિ દેવભવોની અપેક્ષાએ અને સાધિકતા મનુષ્ય કે તિર્યંચનાભવોની અપેક્ષાથી સમજવી. ત્યાર પછી તે જીવ અવશ્ય સ્ત્રી આદિ ભાવોને પ્રાપ્ત કરે છે. તિર્યંચ પુરુષ – સમુચ્ચય તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. જલચર તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષ છે. સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપુર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. ઉરપરિસર્પ, ભુજપરિસર્પ તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની છે. ખેચર તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે.