________________
પ્રતિપત્તિ-૨
૧૨૯
સ્ત્રીઓનું સમુચ્ચયરૂપે અલ્પબહુત્વ. (૨) જલચર, સ્થલચર અને ખેચર તિર્યંચ સ્ત્રીઓનું અલ્પબહુત્વ. (૩) કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીઓનું અલ્પબહુત્વ. (૪) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ, ઈશાન, દેવલોકની દેવીઓનું અલ્પબહુત્વ. (૫) ત્રણે ગતિની સ્ત્રીઓના ભેદ સહિત સર્વનું સમ્મિલિત અલ્પબહુત્વ.
(૧) સામાન્ય રૂપે ત્રણ પ્રકારની સ્ત્રીઓનું અલ્પબહુત્વ :– (૧) સર્વથી થોડી મનુષ્યસ્ત્રીઓ છે, કારણ કે તેનું પ્રમાણ સંખ્યાતનું જ છે. (૨) તેનાથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે કારણ કે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોમાં તિર્યંચ સ્ત્રીઓ છે, તેથી તિર્યંચ સ્ત્રીઓ સહજ રીતે અસંખ્યાત ગુણી થઈ જાય છે, (૩) તેનાથી દેવીઓ અસંખ્યાતગુણી છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહુત્વ અનુસાર વ્યંતર અને જ્યોતિષ્ક દેવીઓ તિર્યંચાણીઓથી વધુ છે. તેથી સમુચ્ચય દેવીઓ તિર્યંચ સ્ત્રીઓથી અસંખ્યાતગુણી થઈ જાય છે.
જોકે ૯૮ બોલમાં તો તિર્યંચ સ્ત્રીના બોલો પછી દેવ-દેવીઓના ચારે બોલ સંખ્યાતગુણા જ છે તેમ છતાં તે સંખ્યાતગુણાના ચાર બોલ મળીને અસંખ્યાતગુણા થઈ શકે છે, તેથી અહીં અસંખ્યાતગુણી દેવીઓ કહી છે. તે ઉપરાંત સંખ્યાત અસંખ્યાતના વિષયમાં પાઠ ભેદ પણ મળે છે. તે અપેક્ષાએ તિર્યંચાણીથી દેવીઓ સંખ્યાતગુણી હોય છે.
(૨) તિર્યંચ સ્ત્રીઓનું અલ્પબહુત્વઃ–ખેચર, સ્થલચર અને જલચર, આ ત્રણે પ્રકારની સ્ત્રીઓ અસંખ્યાત છે અને તે ત્રણે ય ક્રમશઃ સંખ્યાતગુણી અધિક હોય છે. આ રીતે (૧) સર્વથી થોડી ખેચર સ્ત્રી છે. (૨) તેનાથી સ્થલચર સ્ત્રીઓ અસંખ્યાત ગુણી છે, કારણ કે પક્ષીઓથી પશુ(જાનવર) સ્વભાવિક રીતે જ વધુ હોય છે, (૩) તેનાથી જલચર સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, કારણ કે સમુદ્રોમાં જલચર જીવોની પ્રચુરતા હોય છે. (૩) મનુષ્ય સ્ત્રીઓનું અલ્પબહુત્વઃ–પ્રત્યેક ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાત રાશિ પ્રમાણ છે. તે સંખ્યાતમાં જે તરતમતા છે, તેનું કથન અલ્પબહુત્વ દ્વારા કરવામાં આવ્યું છે.
(૧) સર્વથી થોડી અંતરદ્વીપોની મનુષ્ય સ્ત્રીઓ છે, કારણ કે તેના ૫૬ ક્ષેત્રો પણ સર્વથી અલ્પ વિસ્તારવાળા છે.(૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પરતુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર અંતરદ્વીપની અપેક્ષાએ સંખ્યાતગુણા છે અને તે બંન્ને ક્ષેત્ર પરસ્પર તુલ્ય પ્રમાણવાળા હોવાથી તે ક્ષેત્રની સ્ત્રીઓ પરસ્પર તુલ્ય છે. (૩) તેનાથી હરિવાસ-રમ્યકવાસ ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે, કારણ કે દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રની અપેક્ષાએ આ હરિવાસ-રમ્યકવાસ ક્ષેત્ર વિશાળ છે અને આ બંને ક્ષેત્ર પરસ્પર તુલ્ય છે. તેથી તે સ્ત્રીઓ પરસ્પર તુલ્ય અને પૂર્વની સ્ત્રીઓથી સંખ્યાતગુણી થાય છે. (૪) તેનાથી હેમવય-હેરણ્યવયક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે, કારણ કે હરિવાસરમ્યાસ ક્ષેત્રથી આ હેમવય-હેરણ્યવયનું ક્ષેત્ર અલ્પ વિસ્તારવાળું છે, તેમ છતાં ત્યાંની સ્ત્રીઓની સ્થિતિ અને અવગાહના અલ્પ છે તેથી સ્ત્રીઓની સંખ્યા અધિક થઈ જાય છે. (૫) તેનાથી ભરત-ઐરવત ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે, કારણ કે કર્મભૂમિના ક્ષેત્રમાં સ્વાભાવિક રીતે સ્ત્રીઓની ઉત્પત્તિ અધિક હોય છે તેથી પૂર્વની સ્ત્રીઓથી તે સંખ્યાતગુણી છે. (૬) તેનાથી પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહની સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે આ બંને ક્ષેત્ર ભરત-ઐરવતક્ષેત્રથી અતિ વિશાળ છે. તેથી તે સ્ત્રીઓની સંખ્યા સંખ્યાતગુણી અધિક થાય છે. (૪) દેવીઓનું અલ્પ બહુત્વઃ– (૧) સર્વથી થોડી વૈમાનિક દેવીઓ છે, કારણ કે ચારે જાતિની દેવીઓમાં વૈમાનિક દેવીઓનું પ્રમાણ અલ્પ છે. ૯૮ બોલના અલ્પબહુત્વમાં વૈમાનિકદેવીનો ક્રમાંક ૨૮મો છે. (૨) તેનાથી ભવનપતિ દેવીઓ અસંખ્યાતગુણી છે, કારણ કે ૯૮ બોલોના અલ્પબહુત્વમાં ભવનપતિ દેવીઓનો ક્રમાંક ૩૦મો છે. (૩) તેનાથી વ્યંતર દેવીઓ અસંખ્યાત ગુણી છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહુત્વમાં