________________
| પ્રતિપત્તિ-૨,
૧૨૩ |
કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે.
ધર્માચરણ–ચારિત્રની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની કાયસ્થિતિ છે. જેમ કે કોઈ સ્ત્રી ચારિત્રનો સ્વીકાર કરે ત્યારે તે ધર્માચરણી સ્ત્રી કહેવાય છે. તેના પરિણામોમાં એક સમય પછી પરિવર્તન થઈ જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો તેની જઘન્ય એક સમયની કાયસ્થિતિ થાય छ. उक्तं च-सर्वविरति परिणामस्य तदावरण कर्मक्षयोपशमवैचित्र्यतः समयेक सम्भवात् । ચારિત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે, કારણ કે ચારિત્રની આરાધના એક ભવ પર્યત જ થાય છે, બીજા ભવમાં ચરિત્રનું સાતત્ય રહેતું નથી. ભરત-ઐરાવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે.
યથા– મહાવિદેહ ક્ષેત્રની ક્રોડપૂર્વના આયુષ્યવાળી કોઈ સ્ત્રીનું અપહરણ કરીને કોઈ તેને પ્રથમ આરાના સમયે ભરત કે ઐરાવતક્ષેત્રમાં મૂકે, તો તે સ્ત્રી ભરત કે ઐરાવત ક્ષેત્રની સ્ત્રી કહેવાય છે. ત્યાં તે પોતાનું દેશોન ક્રોડપૂર્વવર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં જ ત્રણ પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય તો દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની કાયસ્થિતિ ઘટિત થાય છે. ધર્માચરણ–ચારિત્રની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની કાયસ્થિતિ સમુચ્ચય મનુષ્ય સ્ત્રીની સમાન સમજવી. મહાવિદેહ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ :- ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષની છે. મહાવિદેહ ક્ષેત્રમાં કાલનું પરિવર્તન થતું નથી. તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડપૂર્વ વર્ષનું જ હોય છે. ત્યાં ક્યારે ય યુગલિકનો ભવ થતો નથી માટે મહાવિદેહ ક્ષેત્રની સ્ત્રી પૂર્વક્રોડ વર્ષના આયુષ્ય સહિત આઠ ભવ કરે તે અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની થાય છે. ધર્માચરણ અપેક્ષાએ મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર સ્વીકાર કરનાર સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટદેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. અકર્મ ભૂમિજ મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ - અકર્મભૂમિ યુગલિક સ્ત્રી મરીને પુનઃ અકર્મભૂમિજ યુગલિક સ્ત્રીપણે ઉત્પન્ન થતી નથી કારણ કે યુગલિક સ્ત્રી મરીને અવશ્ય દેવગતિને પ્રાપ્ત કરે છે. તેથી અકર્મભૂમિજ સ્ત્રીની કાયસ્થિતિ તે તે જીવોની ભવસ્થિતિ પ્રમાણે જ હોય છે. તે પ્રમાણે અકર્મભૂમિજ પ્રત્યેક ક્ષેત્રની સ્થિતિનું કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
વાહની અપેક્ષાએ જઘન્ય અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ જે ક્ષેત્રની જેટલી સ્થિતિ હોય તેનાથી દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક તેની કાયસ્થિતિ જાણવી. જેમ કે જઘન્ય- કર્મભૂમિની કોઈ સ્ત્રીનું આયુષ્ય અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે કોઈ તેનું સંહરણ કરીને અકર્મભૂમિમાં મૂકે, તે સ્ત્રી ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને અન્યત્ર ઉત્પન્ન થાય તો તેની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે. જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ અકર્મભૂમિના સર્વ ક્ષેત્રોમાં એક સમાન છે. ઉત્કૃષ્ટ– સમુચ્ચય અકર્મભૂમિજ સ્ત્રીની સંહરણની અપેક્ષાએ દેશોન કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની કાયસ્થિતિ થાય છે. પૂર્વેક્રોડના આયુષ્યવાળી કોઈ સ્ત્રીનું સંહરણ કરીને દેવક-ઉત્તરકુરુક્ષેત્રમાં લઈ જાય, ત્યાં તે સ્ત્રી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી તે જ ક્ષેત્રમાં યુગલિક સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ઘટિત થાય છે. હેમવય હેરાયવય ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની સહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ- ક્રોડપૂર્વના આયુષ્યવાળી કર્મભૂમિ સ્ત્રીનું સંહરણ કરીને કોઈ તેને હેમવય-હેરણ્યવય ક્ષેત્રમાં લઈ જાય, તો તે સ્ત્રી તે