________________
૧રર |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આ રીતે આ પાંચ પ્રકારની કાયસ્થિતિના કથનમાં પાંચે પાંચ સ્વતંત્ર અપેક્ષાઓ છે, તેમાં એક પણ અપેક્ષાનો નિષેધ નથી. જો કોઈ જીવદેવીઓની તે-તે ઉત્કૃષ્ટસ્થિતિમાં બે-બે ભવ કરે તો તે-તે(ચાર) પ્રકારની કાયસ્થિતિ થાય છે અને જો કોઈ જીવ માત્ર મનુષ્યાણી કે તિર્યંચાણીના જ ભવ કરે, તો પાંચમા પ્રકારની કાયસ્થિતિ થાય છે. આ રીતે પાંચ વિકલ્પોનું કથન કર્યું છે. તે સિવાય કોઈ જીવ ભવનપતિ આદિ અન્ય દેવોની દેવી રૂપે ઉત્પન્ન થાય અથવા મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ સ્ત્રી રૂપે ભવભ્રમણ કરે તો તે સર્વસ્થિતિઓનો સમાવેશ મધ્યમ કાયસ્થિતિમાં થઈ જાય છે. સંક્ષેપમાં સ્ત્રી કોઈપણ સ્થાનમાં જન્મ-મરણ કરતાં સ્ત્રીપણે ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ૧૧૦પલ્યોપમ સુધી જ રહે છે. ત્યારપછી તે અવશ્ય પુરુષ કે નપુંસકપણે જન્મ ધારણ કરે છે તિર્યંચ સ્ત્રીની કાયસ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વવર્ષઅધિકત્રણ પલ્યોપમની છે. તે આ પ્રમાણે સમજવી
જઘન્ય કોઈ તિર્યંચ સ્ત્રી જઘન્ય અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને મનુષ્યાદિ અન્ય ભવને અથવા અન્ય વેદને પ્રાપ્ત કરે તો તિર્યંચ સ્ત્રીની જઘન્ય અંતર્મુહૂર્તની કાયસ્થિતિ ઘટિત થાય છે. કોઈપણ ભવમાં ઓછામાં ઓછું અંતર્મુહુર્તનું આયુષ્ય હોય છે. એકાદ સમયનું આયુષ્ય હોતું નથી, તેથી તિર્યંચ સ્ત્રીની કાયસ્થિતિ એક સમયની હોતી નથી. ઉત્કૃષ્ટ-તિર્યંચ પંચેન્દ્રિયનાનિરંતર સાત કે આઠ ભવ થાય છે. તેથી કોઈતિર્યંચ
સ્ત્રી ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા નિરંતર સાત ભવ કરે અને આઠમો ભવ ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત યુગલિક તિર્યંચ સ્ત્રીનો કરે, તો તેની કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વવર્ષઅધિકત્રણ પલ્યોપમની થાય છે. ત્યારપછી તે જીવ તિર્યંચ સ્ત્રીપણાનો ત્યાગ કરી અવશ્ય દેવગતિને પ્રાપ્ત કરે છે.
જલચર, ઉરપરિસર્પ અને ભજપરિસર્પ તિર્યંચ સ્ત્રીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે. તેઓ યુગલિક હોતા નથી, તેથી ક્રોડ પૂર્વવર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિના લગાતાર આઠ ભવ થાય તો તેની કાયસ્થિતિ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની થાય છે. ત્યાર પછી તે જીવ અન્ય ગતિમાં પુરુષાદિ પર્યાયને પ્રાપ્ત કરે છે.
સ્થલચર તિર્યંચ સ્ત્રીની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સ્થલચર તિર્યંચ સ્ત્રી સાત ભવ પૂર્વક્રોડ વર્ષની સ્થિતિના કરે અને આઠમો ભવ યુગલિક સ્ત્રીપણે ત્રણ પલ્યોપમની સ્થિતિનો કરે; ત્યારે તેની કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમની થાય છે, ત્યારપછી તે દેવ ભવ પ્રાપ્ત કરે છે.
ખેચર તિય સ્ત્રીની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તે સાત ભવ નિરંતર ક્રોડપૂર્વવર્ષની સ્થિતિના કરે અને આઠમો ભવ યુગલિક સ્ત્રીપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિનો કરે; ત્યારે તેની કાયસ્થિતિ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગની થાય છે, ત્યારપછી તે દેવ ભવને પ્રાપ્ત કરે છે. સમુચ્ચય મનુષ્ય સ્ત્રીની અને કર્મભૂમિજ સ્ત્રીની કાયસ્થિતિ - ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમની છે. યથા-કોઈ કર્મભૂમિજ સ્ત્રી અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને તે અવસ્થાનો ત્યાગ કરીને પુરુષ કે નપુંસક અવસ્થાને પ્રાપ્ત કરે તો તેની અંતર્મુહુર્તની જઘન્ય કાયસ્થિતિ થાય છે.
કોઈ સ્ત્રી ક્રોડપૂર્વ વર્ષના આયુષ્ય સહિત સાત ભવ કરે અને આઠમો ભવ ભરત-ઐરાવત ક્ષેત્રના પ્રથમ આરામાં ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત યુગલિક મનુષ્યાણી રૂપે કરે તો કર્મભૂમિજ મનુષ્યાણીની