________________
| પ્રતિપત્તિ-૨,
૧૨૧ |
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચયરૂપે સ્ત્રીઓની કાયસ્થિતિનું કથન કરીને ત્યાર પછી તિર્યંચાદિ ત્રણે ગતિની સ્ત્રીઓની કાયસ્થિતિનું કથન કર્યું છે. સ્ત્રીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન પાંચ પ્રકારે છે(૧) સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૧૦ પલ્યોપમની છે, ત્યાર પછી તે પુરુષ કે નપુંસક રૂપે જન્મ ધારણ કરે છે, યથા
જઘન્ય – કોઈ સ્ત્રી ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થઈને ત્રણે વેદોનો અંતર્મુહૂર્ત માટે ઉપશમ કરે, ત્યાર પછી તે સ્થિતિ પૂર્ણ થતાં પુનઃ સ્ત્રીવેદનો ઉદય થાય, એક સમય સુધી સ્ત્રીવેદમાં રહી અને બીજા સમયમાં મૃત્યુ પામે તો અનુત્તરવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે તેના સ્ત્રીવેદની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે.
ઉત્કૃષ્ટ– કોઈ મનુષ્ય સ્ત્રી અથવા તિર્યંચ સ્ત્રી ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, ઈશાન કલ્પની અપરિગૃહિતા દેવી રૂપે પંચાવન પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય, પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, ફરીથી મનુષ્ય સ્ત્રી અથવા તિર્યંચ સ્ત્રી રૂપે ઉત્પન્ન થાય અને ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, બીજી વાર ઈશાન દેવલોકમાં પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળી અપરિગૃહિતા દેવી રૂપે ઉત્પન્ન થાય, ત્યારે આ ઉત્કૃષ્ટસ્થિતિ ઘટિત થાય છે. ત્યારપછી સ્ત્રી પર્યાયનું પરિવર્તન થાય અર્થાત્ તે જીવ, પુરુષ કે નપુંસકપણે જન્મ ધારણ કરે છે. આ રીતે બે વાર ઈશાન દેવલોકમાં દેવીપણાનું કાલમાન પપ+૫૫ = ૧૧૦ પલ્યોપમ અને બે વાર મનુષ્યસ્ત્રી અથવા તિર્યંચ સ્ત્રીના ભવનું કાલમાન બે ક્રોડપૂર્વ વર્ષ(અનેક કોડ પૂર્વ વર્ષ) ઘટિત થાય છે. આ પ્રથમ અપેક્ષામાં દેવીના બે ભવ સાથે મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના બે ભવ, એમ કુલ ચાર ભવોની અપેક્ષાએ કાયસ્થિતિ દર્શાવી છે. આ બંને મળીને અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક એકસો દશ પલ્યોપમની સ્થિતિ થાય છે. (ર) ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની સ્થિતિ સહિત પરિગૃહિતા દેવીરૂપે બે ભવ થાય તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(બે) ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમની થાય છે. (૩) ક્રોડપુર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ સહિત પરિગૃહિતા દેવીરૂપે બે ભવ થાય તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(બે) ક્રોડપૂર્વ વર્ષ અધિક ચૌદ પલ્યોપમની થાય છે. (૪) ક્રોડપુર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીના સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની સ્થિતિ સહિત અપરિગૃહિતા દેવીરૂપે બે ભવ થાય તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક(બે) ક્રોડપૂર્વ વર્ષ અધિક ૧૦૦ પલ્યોપમની થાય છે. (૫) ક્રોડપુર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્ય અથવા તિર્યંચ સ્ત્રી કોડ પૂર્વવર્ષના આયુષ્ય સહિત મનુષ્ય કે તિર્યંચ સ્ત્રીરૂપે સાત ભવ કરીને આઠમા ભવમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત યુગલિક સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, ત્યારે આ કાયસ્થિતિ ઘટિત થાય છે. યુગલિક સ્ત્રીના આઠમા ભવ પછી નવમા ભવમાં અવશ્ય સ્ત્રી પર્યાયનું પરિવર્તન થાય છે. આ રીતે પાંચમી અપેક્ષામાં તિર્યચ-મનુષ્ય સ્ત્રીના ભવોની અપેક્ષાએ અનેકસાત) કોડ પૂર્વવર્ષ અધિક અનેક(ત્રણ) પલ્યોપમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે.