________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! હરવાસ-રમ્યાસ ક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી, હરિવાસરમ્યાસ ક્ષેત્રની અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે ?
૧૨૦
ઉત્તર– હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક બે પલ્યોપમ સુધી રહે છે.
४६ देवकुरूत्तरकुरु-अकम्मभूमिग - मणुस्सित्थी णं भंते ! देवकुरुत्तरकुरु अकम्मभूमिग मणुस्सित्थित्ति कालओ केवचिर होइ ?
गोयमा ! जम्मणं पडुच्च- जहण्णेणं देसूणाई तिण्णि पलिओवमाइ, पलिओवमस्स असंखेज्जइभागेण ऊणगाइ; उक्कोसेणं तिण्णि पलिओवमा । संहरणं पडुच्च - जहणणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं देसूणाए पुव्वकोडीए अब्भहियाइं । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી, દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી રૂપે કેટલો સમય રહી શકે છે ?
ઉત્તર હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે.
४७ अंतरदीवगकम्मभूमिगमणुस्सित्थी णं भंते ! अंतरदीवगकम्मभूमिग- मणुस्सित्थित्ति कालओ केवच्चिरं होइ ?
गोमा ! जम्मणं पडुच्च जहण्णेणं देणं पलिओवमस्स असंखेज्जइभागं, पलिओवमस्स असंखेज्जइभागेण ऊणं; उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं । संहरणं पडुच्चजहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं देसूणाए पुव्वकोडीए अब्भहिय ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! અંતરદ્વીપોની અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી, અંતરદ્વીપજ મનુષ્ય સ્ત્રી રૂપે
કેટલો સમય રહી શકે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન, પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ(દેશોન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ) અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પરિપૂર્ણ તથા સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી રહે છે.
४८ देवित्थी णं भंते ! देवित्थित्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जच्चेव भवट्ठिई सच्चेव संचिट्ठणा भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! દેવસ્ત્રી દેવસ્ત્રી રૂપે કેટલો સમય સુધી રહી શકે છે ? ઉત્તર– હે ગૌતમ! જે તેની ભવસ્થિતિ છે તે જ પ્રમાણે તેની કાયસ્થિતિ કહેવી જોઈએ.