________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જ ક્ષેત્રની કહેવાય. ત્યાં તે પોતાનું અવશેષ દેશોન ક્રોડ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ફરી ત્યાંજ એક પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ યુગલિક સ્ત્રીપણે ઉત્પન્ન થાય, તો તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડ વર્ષ અધિક એક પલ્યોપમની થાય છે. કોઈપણ જીવ ગર્ભમાં હોય ત્યારે તેનું સંહરણ થતું નથી, તેથી ગર્ભકાલને ન્યૂન કરતાં દેશોન ક્રોડપૂર્વવર્ષ ઘટિત થાય છે.
૧૨૪
હરિવાસ-રમ્યવાસ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ– આ ક્ષેત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પલ્યોપમની હોવાથી તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક બે પલ્યોપમની થાય છે.
દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીની સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિને આ ક્ષેત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોવાથી તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે.
અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીની સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ– આ ક્ષેત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોવાથી તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગની થાય છે.
દેવીઓની કાયસ્થિતિ – દેવી મરીને દેવી થતી નથી. તે મનુષ્ય કે તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેથી દેવીની ભવસ્થિતિ જ તેની કાયસ્થિતિ કહેવાય છે.
સ્ત્રીઓનું અંતર :
४९ इत्थी णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणतं कालं, वणस्सइकालो । एवं सव्वासिं तिरिक्खित्थीणं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીનું અંતર કેટલા સમયનું થાય છે ? અર્થાત્ કોઈ સ્ત્રી સ્ત્રીપણાનો ત્યાગ કરીને ફરીથી કેટલા સમય પછી સ્ત્રી થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ અર્થાત્ વનસ્પતિકાળ વ્યતીત થયા પછી તે પુનઃ સ્ત્રીપણાને પ્રાપ્ત કરે છે. આ જ રીતે સર્વ ભેદો સહિત તિર્યંચ સ્ત્રીઓના વિષયમાં જાણવું જોઈએ.
५० मणुस्सित्थीए खेत्तंपडुच्च - जहण्णेणं अंतमुहुत्त उक्कोसेणं वणस्सइकालो; धम्मचरणं पडुच्च- जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अनंत कालं जाव अवड्डपोग्गलपरियट्टं देसूणं, एवं जाव पुव्वविदेहअवरविदेहियाओ ।
ભાવાર્થ :- મનુષ્ય સ્ત્રીઓનું અંતર ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલનું છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલનું અંતર છે. આ જ રીતે પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ સુધીની મનુષ્ય સ્ત્રીઓનું અંતર કહેવું જોઈએ.
५१ | अकम्मभमिगमणुस्सित्यीण भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जम्मणं पडुच्च - जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं; उक्कोसेणं वणस्सइकालो । सहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। एवं जाव अंतरदीवियाओ ।