________________
| પ્રતિપત્તિ-૨,
૧૧૭ ]
નથી. ત્યાં ચારિત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ હોય છે. અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિઃ- તેનું કથન બે અપેક્ષાથી થાય છે– (૧) જન્મની અપેક્ષાથી (૨) સહરણની અપેક્ષાથી. અકર્મભૂમિના મનુષ્યો ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી. તેથી તેમાં ચારિત્રની અપેક્ષાએ સ્થિતિનું કથન નથી. જન્મની અપેક્ષાથી જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે.
સંદર" નામ મિનાકા સ્ટિયોડર્મભૂમિપુનયનો કોઈ વ્યક્તિને એક સ્થાનેથી ઉઠાવી, અન્ય સ્થાને લઈ જવા, તેને સંહરણ કહે છે. કર્મભૂમિમાં જન્મેલી સ્ત્રીનું સહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય, પછી તે સ્ત્રી ત્યાં સ્થિત હોવાથી અકર્મભૂમિ ક્ષેત્રની સ્ત્રી ગણાય છે. તેથી સહરણની અપેક્ષાએ અકર્મભૂમિ જ સ્ત્રીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષની છે. કોઈ પણ વ્યક્તિનું સંહરણ દૈવી પ્રયોગથી અથવા વિદ્યા પ્રયોગથી થાય છે.
કોઈ સ્ત્રીનું સંહરણ થાય અને ત્યાં તે અંતર્મુહૂર્ત જ જીવિત રહે અથવા અંતર્મુહૂર્ત રહીને ફરીથી તેનું સંહરણ થઈ જાય તો જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. કર્મભૂમિના ક્રોડપૂર્વના આયુષ્યવાળી સ્ત્રીનું જન્મ થતાં જ સંહરણ થયું હોય અને તે જીવન પર્યત અકર્મભૂમિમાં જ રહે તો તેની અપેક્ષાએ અકર્મભૂમિમાં ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ ઘટિત થાય છે.
આ સુત્ર વિધાનના આધારે એવી પરંપરા છે કે ક્યારેક કોઈ કર્મભૂમિ યુગલિકનું સહરણ થાય તો તો તેન દેશોન કોડપર્વ વર્ષનું આયુષ્ય શેષ રહે ત્યારે જ સહરણ થઈ શકે, તે પહેલાં તેનું હરણ થતું નથી. કારણ કે અહીં સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની જ કહી છે.
હેમવય હેરણ્યવય ક્ષેત્રમાં જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. હરિવાસ, રમ્યકુવાસ ક્ષેત્રમાં જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ.દેવકુ ઉત્તરકુરુક્ષેત્રમાં જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. છપ્પન અંતરીપની મનષ્ય સ્ત્રીઓની સ્થિતિ - તે પણ યુગલિકક્ષેત્ર છે તેથી ત્યાં ચારિત્રનો અભાવ નથી. ત્યાંની સ્ત્રીઓની સ્થિતિનું કથન પણ જન્મ અને સંહરણની અપેક્ષાએ થાય છે. જન્મની અપેક્ષાએ જઘન્ય કંઈક ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે. સંહરણની અપેક્ષાએ પૂર્વવત્ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોને કોડ પૂર્વવર્ષની સ્થિતિ છે. દેવીઓની સ્થિતિ:-દેવીઓની ઔધિક(સમુચ્ચય) સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. જઘન્ય સ્થિતિનું કથન ભવનપતિ અને વ્યંતર દેવીઓની અપેક્ષાથી અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિધાન ઈશાન દેવલોકની અપરિગહિતા દેવીઓની અપેક્ષાથી છે. ચારે યજાતિની દેવીઓની સ્થિતિ ભાવાર્થથી સ્પષ્ટ છે. સ્ત્રીઓની કાયસ્થિતિ:|४० इत्थीणं भंते ! इत्थित्ति कालओ केवच्चिरं होइ ?
गोयमा ! एक्केणादेसेणं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं दसुत्तरं पलिओवम सयं पुव्वकोडिपुहुत्तमब्भहियं ॥१॥ एक्केणादेसेणं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं