________________
૧૧દ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
છે, કારણ કે ચાલીસમા સૂત્રમાં સમુચ્ચય સ્ત્રીઓની કાયસ્થિતિનું કથન પાંચ વિકલ્પથી કર્યું છે. અહીં આ પાંચમા વિકલ્પને સમુચ્ચય સ્ત્રીની મધ્યમ સ્થિતિમાં સમાવિષ્ટ કરીને સૂત્રકારે તેનું કથન કર્યું નથી, તેમ સમજવું જોઈએ. તિર્યંચ સ્ત્રીઓની ભવસ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોમની છે. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રની યુગલિક સ્થલચરીની અપેક્ષાએ છે.
ગર્ભજ તિર્યંચોમાં સ્થલચર અને ખેચરમાં યુગલિકો હોય છે. તેમાં સ્થલચર સ્ત્રીઓ ત્રણ પલ્યોપમની અને ખેચર સ્ત્રીઓ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેથી તેની સ્ત્રીઓની સ્થિતિ પણ તે પ્રમાણે જાણવી. શેષ જલચરી, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે. મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ–મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિનું કથન બે અપેક્ષાએ છે– (૧) ક્ષેત્રની અપેક્ષાએજઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દેવમુરુ-ઉત્તરકુરુક્ષેત્રની સ્ત્રીઓની અથવા સુષમસુષમા કાલની સ્ત્રીઓની અપેક્ષાએ છે. (૨) ધર્માચરણ ની અપેક્ષાએ ધર્માચરણ અર્થાત્ ચારિત્રધર્મ(સંયમ ભાવ)ની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની સ્થિતિ છે.
કોઈ પણ સ્ત્રી ચારિત્રનો સ્વીકાર કરે અને અંતર્મુહૂર્ત પર્યત ચારિત્રના ભાવોમાં રહે, ત્યાર પછી તેનું મૃત્યુ થાય અથવા તેના ભાવનું પરિવર્તન થાય અને તે અવિરતિના ભાવોને પ્રાપ્ત કરે, તો જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે.
અહીં સ્થિતિનું કથન છે, તે બાહ્યલિંગ અને ચારિત્ર સ્વીકારની અપેક્ષાએ સમજવું. ચારિત્રના પરિણામ જઘન્ય એક સમયના પણ હોય છે. તેનું કથન જઘન્ય કાયસ્થિતિમાં થાય છે. અહીં માત્ર સ્થિતિનું કથન હોવાથી જઘન્ય અંતર્મુહૂર્તનું કથન છે.
ઉત્કૃષ્ટસ્થિતિ દેશોન કોડ પૂર્વ વર્ષની છે કારણ કે કોઈક્રોડ પૂર્વવર્ષના આયુષ્યવાળી સ્ત્રી નવમા વર્ષે ચારિત્રનો સ્વીકાર કરે અને જીવનપર્યત ચારિત્રના પરિણામોમાં રહે તો ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે. ચારિત્રનો સ્વીકાર આગમાનુસાર વહેલામાં વહેલા નવમા વર્ષે જ થઈ શકે છે.
ક્રોડપૂર્વ વર્ષથી અધિક સ્થિતિ હોય તે યુગલિક હોય છે. યુગલિકો ચારિત્રનો સ્વીકાર કે પાલન કરી શકતા નથી. તેથી ધર્માચરણની અપેક્ષાએ દેશોન કોડ પૂર્વ વર્ષથી અધિક સ્થિતિ હોતી નથી.
કરોડ પૂર્વ વર્ષ એટલે ૮૪,૦૦,૦૦૦૪૮૪,૦૦,૦૦૦ = ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષોનો એક પૂર્વ થાય છે. કર્મભૂમિની મનુષ્યાણીઓની સ્થિતિ-ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે અને ચારિત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે.
- ભરત-ઐરાવતક્ષેત્રમાં જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ સુષમસુષમા કાલની અપેક્ષાએ છે અને ચારિત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષની છે.
મહાવિદેહક્ષેત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની સ્થિતિ છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં સમાન કાલ પ્રવર્તે છે અને મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું જ હોય છે, તેનાથી અધિક હોતું