________________
પ્રતિપત્તિ-૨
[ ૧૧૫ ]
ગ્રહવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમની છે. નક્ષત્રવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક પલ્યોપમના ચોથા ભાગની છે. તારાવિમાન જ્યોતિષી દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ છે.
३८ वेमाणिय देवित्थिाए भंते ! केवइयंकालं ठिई णण्णत्ता? गोयमा !जहण्णेणं पलिओवमंउक्कोसेणं पणपण्णं पलिओवमाई। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની સ્થિતિ છે. | ३९ सोहम्मकप्पवेमाणिय देवित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं पलिओवमं उक्कोसेणं सत्त पलिओवमाई।
ईसाण-देवित्थीणं जहण्णेणं साइरेगंपलिओवमंउक्कोसेणंणव पलिओवमाई। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સૌધર્મકલ્પની વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ છે.
ઈશાનકલ્પની વૈમાનિક દેવીઓની સ્થિતિ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય સ્ત્રીની અને તિર્યંચ સ્ત્રી, મનુષ્ય સ્ત્રી તથા દેવીઓની ભવસ્થિતિનું પ્રતિપાદન છે. સમુચ્ચય સ્થિતિનું કથન ચાર અપેક્ષાએ છે. સૌધર્મ અને ઈશાન દેવલોકની પરિગૃહિતા અને અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ ભિન્ન-ભિન્ન છે. તે અપેક્ષાએ જ સૂત્રમાં તેના ચાર વિકલ્પ કર્યા છે. આ ચારે ય વિકલ્પમાં જઘન્ય સ્થિતિનું કથન મનુષ્ય અને તિર્યંચ સ્ત્રીની એપક્ષાએ છે તથા ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન દેવીઓની અપેક્ષાએ છે. (૧) સમુચ્ચય સ્ત્રીઓની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, તે તિર્યંચ અને મનુષ્ય સ્ત્રીની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંચાવન પલ્યોપમની ઈશાનકલ્પની અપરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે. (૨) જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની સ્થિતિ ઈશાન કલ્પની પરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે. (૩) જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ સૌધર્મકલ્પની પરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે. (૪) જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્વવત્ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની સ્થિતિ છે. આ સૌધર્મ કલ્પની અપરિગૃહિતા દેવીઓની અપેક્ષાએ છે.
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ ચાર વિકલ્પ કર્યા છે, તે જ રીતે મનુષ્ય અને તિર્યંચ સ્ત્રીઓની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિની અપેક્ષાએ પાંચમો વિકલ્પ પણ થઈ શકે