________________
| પ્રતિપત્તિ-૨
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! એક અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની સ્થિતિ છે. બીજી અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની સ્થિતિ છે. ત્રીજી અપેક્ષાથી જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની સ્થિતિ છે. ચોથી અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની સ્થિતિ છે. | २१ तिरिक्खजोणित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अतोमुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્!તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. | २२ जलय-तिरिक्खजोणित्थीणंभंते ! केवइयंकालंठिई पण्णत्ता?गोयमा !जहणेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी। ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્!જલચરતિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. | २३ चउप्पय थलय-तिरिक्ख जोणित्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा! जहा तिरिक्खजोणित्थीओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદ સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ (ઔવિક સ્થિતિ) અનુસાર જાણવી.
२४ उरपरिसप्प-थलयर-तिरिक्ख-जोणित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णता? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी।।
____ एवं भुयपरिसप्पथलय-तिरिक्ख जोणित्थीणं । खहयर-तिरिक्खि-जोणित्थीणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે.
આ જ રીતે ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ પણ જાણવી. ખેચર તિર્યંચ સ્ત્રીઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે.
२२ मणुस्सित्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! खेत्तं पडुच्चजहण्णेण अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई । धम्मचरणं पडुच्च- जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं देसूणा पुव्वकोडी। ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્! મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-ગૌતમ!ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષની છે.