________________
પ્રતિપત્તિ-૨
ત્રિવિધ બીજી પ્રતિપત્તિ
Taezzzzzzzzzzl
સંસાર સમાપનક જીવના ત્રણ પ્રકાર :
१ तत्थ जे ते एवमाहंसु - तिविहा संसार- समावण्णगा जीवा पण्णत्ता ते एवमाहंसु, तं जहा - इत्थी पुरिसा णपुंसगा ।
૧૦૫
ભાવાર્થ:- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આ બીજી પ્રતિપતિમાં ત્રણ પ્રકારના સંસાર સમાપન્નક જીવ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સ્ત્રી (૨) પુરુષ અને (૩) નપુંસક.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વેદની દૃષ્ટિએ તેમજ લિંગ કે શરીરાકૃતિની અપેક્ષાએ સંસાર સમાપન્નક જીવોના ત્રણ પ્રકાર કહ્યા છે – (૧) સ્ત્રી (૨) પુરુષ અને (૩) નપુંસક. આ પ્રતિપતિમાં શાસ્ત્રકારે ભવ સ્થિતિમાં સ્ત્રી આદિના શરીરની અપેક્ષાએ (મુખ્યતાએ) કથન કર્યું છે, જઘન્ય કાયસ્થિતિ અને જઘન્ય અંતરમાં સ્ત્રી આદિ વેદ–પરિણામની અપેક્ષાએ કથન કર્યું છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અને ઉત્કૃષ્ટ અંતરમાં સ્ત્રી આદિ શરીર અને વેદ પરિણામ બંને અપેક્ષાએ કથન કર્યું છે; આ રીતે આ પ્રતિપતિમાં અનેકાંગી દષ્ટિથી સ્ત્રી પુરુષ અને નપુંસક રૂપે સંસારના સમસ્ત જીવોને આવરી લેતાં વિષયનું નિરૂપણ છે.
વેદ :– વેદ મોહનીયકર્મના ઉદયથી સ્ત્રી કે પુરુષ સાથે રમણની જે અભિલાષા થાય, તેને વેદ કહે છે.
સ્ત્રીવેદ ઃ— જે કર્મના ઉદયથી પુરુષની સાથે રમણ કરવાની ઇચ્છા થાય, તેને સ્ત્રીવેદ કહે છે. સ્ત્રી શરીરમાં યોનિ, સ્તન આદિ અંગ હોય છે અને સ્ત્રી સ્વભાવમાં મૃદુત્વની પ્રધાનતા હોય છે તથા તેના પરિણામ પુરુષાકાંક્ષા પ્રધાન હોય છે. આ રીતે વ્યાપક દષ્ટિથી સ્ત્રીત્વના સાત લક્ષણ કહ્યા છે. યથા–
योनिर्मृदुत्वमस्थैर्यं, मुग्धताऽबलता स्तनौ । पुंस्कामितेति लिङगानि, सप्त स्त्रीत्वे प्रचक्षते ॥
(૧) યોનિ, (૨) મૃદુત્વ, (૩) અસ્વૈર્ય, (૪) મુગ્ધતા, (૫) અબલતા, (૬) સ્તન અને (૭) પુંસ્કામિતા (પુરુષ સાથેની રમણની અભિલાષા); સ્ત્રીના આ સાત લક્ષણો છે.
પુરુષવેદ ઃ— જે કર્મના ઉદયથી સ્ત્રી સાથે રમણ કરવાની ઇચ્છા થાય તેને પુરુષ વેદ કહે છે. પુરુષ શરીરમાં બાહ્ય ચિહ્ન રૂપે લિંગ, દાઢી, મૂછ, કેશ આદિ હોય છે અને પુરુષ સ્વભાવમાં કઠોરતાની પ્રધાનતા હોય છે. આ રીતે વ્યાપક દષ્ટિથી પુરુષના પણ સાત લક્ષણો કહ્યા છે. યથા–
मेहनं खरता दाढर्यं, शौण्डीर्यं स्मश्रु धृष्टता ।
स्त्री कामितेति लिङगानि, सप्त पुंस्त्वे प्रचक्षते ॥
(૧) મેહન(લિંગ) (૨) કઠોરતા, (૩) દઢતા, (૪) શૂરતા, (૫) શ્મશ્રુ(દાઢી-મૂછ) (૬) ધીઠતા અને (૭) સ્ત્રીકામિતા; પુરુષના આ સાત લક્ષણો છે.