SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નપુંસક વેદ ઃ– જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની સાથે રમણ કરવાની અભિલાષા થાય તે નપુંસકવેદ છે. નપુંસકમાં સ્ત્રી અને પુરુષ બંનેનો મિશ્રભાવ હોય છે. તેના લક્ષણો આ પ્રમાણે છે– ૧૦૬ स्तनादिस्मश्रुकेशादिभावाभावसमन्वितम् । नपुंसक बुधा: प्राहुर्मोहानल सुदीपितम् ॥ જેઓ સ્ત્રી અને પુરુષના ઉપરોક્ત સ્તન, દાઢી-મૂછ વગેરે શરીર ચિહ્નોથી અને ઉભય સ્વભાવથી યુક્ત હોય તે નપુંસક કહેવાય છે. તેનામાં મિશ્ર લક્ષણો હોવાથી તેને સ્ત્રી અને પુરુષ બંનેની આકાંક્ષા રહે છે. તેમજ તેઓની કામાગ્નિ પ્રચંડ હોય છે. નારકી તથા એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અને સંમૂર્ણિમ મનુષ્ય નપુંસક વેદી હોય છે. ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોમાં ત્રણે ય વેદ હોય છે. દેવોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ જ હોય છે, નપુંસક વેદ નથી. આ રીતે સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણેમાં સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. વેદ મોહનીયની ઉપશમ દશામાં વેદની સત્તા માત્ર હોય છે, ઉદય હોતો નથી. વેદનો સર્વથા ક્ષય થાય ત્યારે ત્રણે શરીરવાળા જીવોને અવેદી અવસ્થા પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓના ભેદ-પ્રભેદ : ૨ સેતિ મંતે ! ીઓ ? નોયમા !ત્થીઓ તિવિહાઓ પળત્તાઓ,તેં નહીંतिरिक्खजोणित्थीओ, मणुस्सित्थीओ, देवित्थिओ | ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! સ્ત્રીઓના ત્રણ પ્રકાર છે, યથા– (૧) તિર્યંચ સ્ત્રીઓ, (૨) મનુષ્ય સ્ત્રીઓ અને (૩) દેવ સ્ત્રીઓ. ३ से किं तं भंते! तिरिक्खजोणित्थीओ ? गोयमा ! तिरिक्खजोणित्थीओ तिविहाओ પળત્તાઓ, તેં નહીં- નલયરીઓ, થારીઓ, વહવરીઓ । ભાવાર્થ :- પ્રશ્ન—હે ભગવન્!તિર્યંચ સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તિર્યંચ સ્ત્રીઓના ત્રણ પ્રકાર છે, યથા– (૧) જલચરી, (૨) સ્થલચરી અને (૩) ખેચરી ४ से किं तं भंते ! जलयरीओ ? गोयमा ! जलयरीओ पंचविहाओ पण्णत्ताओ, तं जहा - मच्छीओ जावसुसुमारीओ । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જલચરી સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! જલચરી સ્ત્રીઓના પાંચ પ્રકાર છે, જેમ કે— મત્સ્ય યાવત્ સુંસુમારી. | તેજિત મતે ! થલયરીઓ ?ગોયમા ! થાયરીઓ વિહાઓ પળત્તામો, તં जहा - चउप्पईओ य परिसप्पीओ य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્થલચરી સ્ત્રીઓના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્થલચરી સ્ત્રીઓના બે પ્રકાર છે, જેમ કે– ચતુષ્પદી અને પરિસર્પી. ६ से किं तं भंते ! चउप्पईओ ? गोयमा ! चउप्पईओ चडव्विहाओ पण्णत्ताओ, तं जहा - एगखुरीओ जावसणफ्फईओ ।
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy