________________
[ ૧૦૪]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પુરુષની કાયસ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ. નપુસકની કાયસ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ. અંતર– કોઈ પણ એક અવસ્થાનો ત્યાગ કરીને ભવાંતરમાં પુનઃ તે અવસ્થા પ્રાપ્ત થાય, તેની વચ્ચેની કાલમર્યાદાને અંતર કહે છે. યથા- કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય, ત્યારે તે સ્ત્રીપણાનો ત્યાગ કરી પુરુષાદિ પર્યાયમાં જન્મ-મરણ કરીને પુનઃ સ્ત્રીપણાને પ્રાપ્ત કરે, તો સ્ત્રીપણાના ત્યાગથી લઈને પુનઃ સ્ત્રીપણાની પ્રાપ્તિ વચ્ચે જે કાલ પસાર થાય તેને સ્ત્રીનું અંતર કહે છે. સ્ત્રીનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ. પુરુષનું અંતર– જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલ. નપુંસકનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ.
આ ત્રણે પ્રકારના જીવોના ભેદ-પ્રભેદ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત પ્રતિપત્તિમાં કરવામાં આવ્યું છે. બંધસ્થિતિ- સ્ત્રીવેદની બંધસ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન, એક સાગરોપમના સાત ભાગોમાંથી દોઢ ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડાકોડી સાગરોપમની છે, તેનો અબાધાકાલ ૧૫૦૦ વર્ષનો છે.
પુરુષવેદની જઘન્ય બંધસ્થિતિ આઠ વર્ષ ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ ૧૦૦૦વર્ષનો છે. નપુંસકવેદની બંધસ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન, એક સાગરોપમના સાત ભાગોમાંથી બે ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ ૨000 વર્ષનો છે. વેદનું સ્વરૂ૫– સુત્રકારે ત્રણે વેદની તીવ્રતા, મંદતાને ઉપમા દ્વારા સમજાવી છે, સ્ત્રીવેદ-છાણાની અગ્નિ સમાન છે, જેને પ્રગટ થવામાં સમય વ્યતીત થાય પરંતુ પ્રગટ થયા પછી દીર્ઘકાલ પર્યત પ્રજ્વલિત રહે છે. પુરુષવેદ- વનના દાવાનલ સમાન છે, જે શીધ્ર પ્રગટ થાય અને અલ્પકાળમાં ઉપશાંત થાય છે. નપુંસકવેદ– મહાનગરના દાવાનલ સમાન છે, જે દીર્ઘકાલ પર્યત પ્રજ્વલિત રહે છે.
અલ્પાબહત્વ- સર્વથી થોડા પુરુષો, તેનાથી સ્ત્રી સંખ્યાતગુણી અને તેનાથી નપુંસકો નિગોદ જીવોની અપેક્ષાએ અનંતગુણા છે.