________________
પ્રતિપત્તિ-૨
)
[ ૧૦૩]
બીજી પ્રતિપત્તિ | | સંક્ષિપ્ત સાર શ્રી રાજેન્દ્ર
- ત્રિવિધ નામની આ બીજી પ્રતિપત્તિમાં સંસારી જીવોને ત્રણ પ્રકારમાં સંગ્રહિત કરીને, તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને બંધ સ્થિતિ આદિનું નિરૂપણ કર્યું છે.
સંસારી જીવોના ત્રણ પ્રકાર છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. આ ત્રણ પ્રકારમાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
નરકગતિમાં સર્વનારકીઓને નપુંસકવેદ;તિર્યંચ ગતિમાં– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને નપુંસકવેદ; સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને ત્રણે વેદ; મનુષ્યગતિમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપના યુગલિક મનુષ્યોને સ્ત્રીવેદ અને પુરુષવેદ; કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યને ત્રણે વેદ અને સંમૂર્છાિમ મનુષ્યને એક નપુંસક વેદ હોય છે. દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ-ઈશાન દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ; ત્રીજા સનસ્કુમાર દેવલોકથી સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોમાં એક પુરુષ વેદ હોય છે. ભવસ્થિતિ- એક ભવની કાલમર્યાદાને ભવસ્થિતિ કહે છે. સમુચ્ચય સ્ત્રીની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન વિવિધ વિવક્ષાથી વિવિધ પ્રકારનું થાય છે– (૧) પંચાવન પલ્યોપમ– ઈશાન દેવલોકની અપરિગૃહિતા દેવીની અપેક્ષાએ. (૨) પચાસ પલ્યોપમસૌધર્મ દેવલોકની અપરિગૃહિતા દેવીની અપેક્ષાએ. (૩) નવ પલ્યોપમ– ઈશાન દેવલોકની પરિગૃહિતા દેવીની અપેક્ષાએ (૪) સાત પલ્યોપમ સૌધર્મ દેવલોકની પરિગૃહિતા દેવીની અપેક્ષાએ.
સમુચ્ચય પુરુષની ભવ સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે.
- સમુચ્ચય નપુંસકની ભવ સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાતમી નરકના નારકીની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે. કાયસ્થિતિ- એક જ પ્રકારના એક કે અનેક ભવોના સાતત્યની કાલમર્યાદાને કાયસ્થિતિ કહે છે. જેમ કે– મનુષ્ય મરીને મનુષ્યમાં જન્મ ધારણ કરે, આ રીતે જેટલા ભવ પર્યત મનુષ્ય અવસ્થાની નિરંતરતા રહે તેની તે સર્વ ભવોની ભવસ્થિતિની સમ્મિલિત કાલ મર્યાદાને મનુષ્યની કાયસ્થિતિ કહે છે. તે જ રીતે સ્ત્રી મરીને સ્ત્રી અવસ્થાને જ પ્રાપ્ત કરે, જેટલા ભવ પર્યત સ્ત્રી અવસ્થાનું સાતત્ય રહે, તે કાલ મર્યાદાને સ્ત્રીની કાયસ્થિતિ કહે છે. તે રીતે પ્રત્યેક અવસ્થાની કાયસ્થિતિ સમજી લેવી જોઈએ. સ્ત્રીની કાયસ્થિતિ- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિના પાંચ વિકલ્પ છે– (૧) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક ૧૧૦ પલ્યોપમ. (૨) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક 100 પલ્યોપમ.(૩) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમ.(૪) અનેક(બે વગેરે યથાસંભવ) કોડ પૂર્વ વર્ષ અધિક ૧૪ પલ્યોપમ.(૫) અનેક(સાત) ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ.