________________
[ ૯૮]
શ્રી જીવાજીવાભિગમ સત્ર આ જીવ
બસ-સ્થાવરની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર :१४५ थावरस्सणं भंते ! केवइयं कालं ठिई पण्णता? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावीसंवाससहस्साई ठिई पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્થાવરની ભવસ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. १४६ तसस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं ठिई पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન– ભગવન્! ત્રસની ભવસ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. १४७ थावरे णं भंते ! थावरे ति कालओ केवच्चिरं होइ ?
गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अणतं कालं, अणंताओ उस्सप्पिणीओ अवसप्पिणीओ कालओ। खेत्तओ अणंता लोया असंखेज्जा पुग्गलपरियट्टा । तेणं पुग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સ્થાવર જીવ સ્થાવર રૂપે કેટલા કાલ સુધી રહી શકે છે અર્થાત્ તેની કાયસ્થિતિ કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી રહી શકે છે. કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ સુધી, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ અને અસંખ્ય પુગલ પરાવર્તન સુધી રહી શકે છે. આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે તેટલા પુદ્ગલ પરાવર્તન સુધી સ્થાવર જીવો સ્થાવર પણે રહી શકે છે. १४८ तसे णं भंते ! तसे त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणीओ अवसप्पिणीओकालओ;खेतओ असखेज्जा लोगा। ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્!ત્રસ જીવ ત્રસરૂપે કેટલા કાળ સુધી રહી શકે છે અર્થાત્ તેની કાયસ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને (તેલ-વાયુની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી રહે છે.
તે અસંખ્યાત કાલ, કાલની અપેક્ષાએ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ હોય છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. १४९ थावरस्सणं भंते ! केवइयकालं अंतर होइ? गोयमा ! जहा तससंचिट्ठणाए। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સ્થાવરનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ!ત્રસ જીવોના સંચિટ્ટણા