________________
| પ્રતિપત્તિ-૧
[ ૯૯]
કાળ (કાયસ્થિતિ) પ્રમાણ સ્થાવર જીવોનું અંતર છે અર્થાત્ ઉપરોક્ત અસંખ્યાત કાલનું અંતર છે. १५० तसस्स णं भंते ! केवइयकालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!ત્રનું અંતર કેટલું છે?ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. १५१ एएसिणं भंते ! तसाणं थावराण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा तसा, थावरा अणतगुणा । सेतंदुविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ત્રસ અને સ્થાવરજીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર-ગૌતમ! સર્વથી થોડા ત્રસ જીવો છે અને તેનાથી સ્થાવર જીવો અનંતગુણ છે. આ બે પ્રકારના સંસાર સમાપન્ન(સંસારી) જીવોની પ્રરૂપણા પૂર્ણ થઈ. આ દ્વિવિધા નામની પ્રથમ પ્રતિપત્તિ પૂર્ણ થઈ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રસ અને સ્થાવર જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. સ્થાવર જીવોની ભવસ્થિતિ - જીવના વર્તમાન એક ભવના આયુષ્યને ભવસ્થિતિ કહે છે. સ્થાવર જીવોની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. આ સ્થિતિ પૃથ્વીકાયની મુખ્યતાએ છે. ત્રસ જીવોની ભવસ્થિતિ:- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. આ સ્થિતિ દેવો અને નારકીઓની મુખ્યતાઓ છે. કાયસ્થિતિ :- એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ પુનઃ તે જ પર્યાયમાં જન્મ મરણ કરવા. આ રીતે એક જ પર્યાયમાં નિરંતર જેટલા ભવ થાય, તેની કાલગણનાને કાયસ્થિતિ કહે છે. સ્થાવરોની કાયસ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાલ સુધી સ્થાવર જીવ સ્થાવરકાય રૂપે જન્મ મરણ કરી શકે છે. સૂત્રમાં અનંત કાલનું સ્પષ્ટીકરણ કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ કર્યું છે. મામો ૩ÍMિો પિળો .... કાલથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પર્યત સ્થાવર જીવ સ્થાવરકાયમાં જ જન્મ-મરણ કરી શકે છે. રહેતો મળતા નો વેજ્ઞા પુરાત્ત પરિયડ્ડા.... ક્ષેત્રથી અનંત કાલનું માપ, અનંત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તેમાં અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાલ વ્યતીત થાય છે, તેટલા કાલ પર્યત સ્થાવર જીવ સ્થાવર રૂપે રહી શકે છે.
અનંત લોકમાં જેટલા આકાશ પ્રદેશો છે તેમાંથી પ્રતિસમય એક એક આકાશ પ્રદેશનો અપહાર કરીએ તો તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેટલો કાલ સ્થાવર જીવ સ્થાવર રૂપે રહી શકે છે. તેમાં અનંત