________________
પ્રતિપત્તિ-૧
બીજા દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
આ રીતે (૧) ભવનપતિ અને વ્યંતરમાં સંજ્ઞી તિર્યંચ, અસંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોનો, (૨) જ્યોતિષીથી આઠ દેવલોક સુધી સંશી તિર્યંચ અને સંશી મનુષ્યોનો અને (૩) નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં માત્ર સંજ્ઞી મનુષ્યોનો જ ઉપપાત થાય છે.
(૨૦) સ્થિતિ :– ભવનપતિ-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. વ્યંતર-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. જ્યોતિષી– જઘન્ય પલ્યનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. વૈમાનિક જઘન્ય એક પલ્યોપમ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. આ ચારે ય જાતિના દેવોની સમુચ્ચય સ્થિતિ છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર પદ–૪ પ્રમાણે જાળવું.
(૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત બંને પ્રકારના મરણ હોય છે. (૨૨) ઉદ્ધર્તન– (૧) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા—બીજા દેવલોકના દેવો– મનુષ્ય અને તિર્યંચ ગતિના પૃથ્વી, પાણી, વનસ્પતિ, સંખ્યાત વર્ષાયુષ્ય ગર્ભજ મનુષ્ય અને સંખ્યાત વર્ષાયુષ્ય તિર્યંચ પંચેન્દ્રિય આ પાંચ દંડકમાં જાય છે. (૨) ત્રીજાથી આઠમા દેવલોકના દેવો સંખ્યાત વર્ષાયુદ્ધ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ બે દંડકમાં ઉત્પન્ન થાય છે. (૩) નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યના એક જ દંડકમાં ઉત્પન્ન થાય છે. દેવો મરીને નારકી, દેવતા અને યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. (૨૩) ગતિ– આગતિ– દેવો મૃત્યુ પામીને મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિમાં જાય
છે અને તે બે ગતિમાંથી આવે છે.
ભવનપતિ – ૧૦
૧. અસુરકુમાર
૨. નાગકુમાર
૩. સુવર્ણકુમાર
૪. વિદ્યુતકુમાર
૫. અગ્નિકુમાર
ૐ દીપકુમાર ૭. ઉદધિકુમાર
૮. દિશાકુમાર
૯. વાયુમાર ૧૦. અનિતકુમાર
દૈવ સંસાર સમાપન્ન જીવોના ૪૯ ભેદ
વ્યંતર – ૮ ૧. પિશાચ
૨. ભૂત
૩. યક્ષ
૪. રાક્ષસ
૫. કિન્નર
૬. કિંપુરુષ
૭. મહોરગ
૮. ગંધર્વ
[+ ૮ +૫+૨૬ ૪]
જ્યોતિષી – ૫ ૧. ચંદ્ર
૨. સૂર્ય
૩. ગ્રહ
૪. નક્ષત્ર
૫. તારા
વૈમાનિક – ૨૬
કલ્પોત્પન્નક (૧૨ દેશોક)
૧. સૌધર્મ
ર. ઈશાન ૩. સનત્કુમાર
૪. માહેન્દ્ર
૫. બ્રહ્મલોક
“ લાન્તક ૭. મહાશુક
૮. સહસ્રાર
૯૭
૯. આનત
૧૦. પ્રાણત
૧૧. આરણ
૧૨. અચ્યુત
કલ્પાતીત
ધ્રુવે (૯)
ત્રણ ત્રિકમાં
અનુત્તર વિમાન
(4)
વિજય
વત
જયંત
અત સાયસિત