________________
૯૬ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
(૩) સંઘયણ:- છ સંઘયણોમાંથી એકપણ સંઘયણ નથી. દેવોના શરીરમાં હાડકા, શિરા કે સ્નાયુ નથી તેથી તે અસંઘયણી છે. ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર પુદ્ગલ તેના શરીરરૂપે એકત્રિત થાય છે. (૪) સંસ્થાન :- ભવધારણીય શરીરનું સમચતુરસ સંસ્થાન છે અને ઉતરવૈક્રિય શરીરનું વિવિધ પ્રકારનું સંસ્થાન હોય છે. તે ઇચ્છાનુસાર આકાર બનાવી શકે છે.
(૫) કષાય–ચારે કષાય છે. (૬) સંજ્ઞા–ચારે સંજ્ઞાઓ છે. (૭) વેશ્યા–છ લેશ્યાઓ હોય છે. તેમાં ભવનપતિ અને વ્યંતરમાં ચાર વેશ્યા, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકમાં તેજોવેશ્યા, ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં પાલેશ્યા, છઠ્ઠા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી શુક્લલેશ્યા હોય છે. (૮) ઈન્દ્રિય- પાંચ ઇન્દ્રિયો હોય છે. (૯) સમુદ્ધાત- પાંચ સમુદ્યાત છે- વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુદ્યાત. દેવોને વૈક્રિય અને તેજલબ્ધિ હોવાથી તે બંને સમુદ્યાત હોય છે. (૧૦) સંજ્ઞી– દેવો સંજ્ઞી જ હોય છે, પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને ભવનપતિ અને વ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તેને અસંજ્ઞી કહેવાય છે. તે જીવ પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે ત્યાર પછી સંજ્ઞી કહેવાય છે, તેથી ભવનપતિ અને વ્યંતરમાં સંજ્ઞી અને અસંજ્ઞી બંને હોય છે. જ્યોતિષી અને વૈમાનિકોમાં સંજ્ઞી જ હોય છે, કારણ કે અસંજ્ઞી જીવો ત્યાં ઉત્પન્ન થતાં નથી. (૧૧) વેદ દ્વાર:- તે સ્ત્રીવેદી, પુરુષ વેદી હોય છે, નપુંસક વેદી નથી. તેમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોક સુધી જ દેવી હોય છે. ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં એક પુરુષવેદ જ હોય
(૧૨) પર્યાતિ :- પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય છે. ભાષા અને મનપર્યાપ્તિમાં એકત્વની વિવક્ષા કરીને પાંચ પર્યાપ્તિનું કથન છે. વાસ્તવમાં છ એ પર્યાપ્તિ હોય છે.
(૧૩) દષ્ટિ–ત્રણે દષ્ટિ હોય છે. (૧૪) દર્શન–ત્રણે દર્શન હોય છે. (૧૫) શાનઃ-તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તેને નિયમથી ત્રણ જ્ઞાન હોય છેમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. જે અજ્ઞાની છે તેમાં બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થાય, તેને અપર્યાપ્તાવસ્થામાં વિલંગજ્ઞાન હોતું નથી, તેથી તે દેવોમાં બે અજ્ઞાન હોય છે. મિથ્યાદષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિય દેવગતિમાં ઉત્પન્ન થાય, તેને પર્યાપ્ત કે અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે ભવનપતિ, વ્યંતરમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. જ્યોતિષી અને વૈમાનિકમાં ત્રણ અજ્ઞાન હોય છે, ત્યાં અન્ય વિકલ્પ નથી.
(૧) યોગ– મન, વચન અને કાયયોગ, તે ત્રણે યોગ હોય છે. (૧૭) ઉપયોગ- સાકાર અને અનાકાર બંને પ્રકારના ઉપયોગ હોય છે. (૧૮) આહાર-છદિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાતઃ-ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો, આ બે દંડકના જીવોનો દેવોમાં ઉપપાત થાય છે. અપર્યાપ્તા જીવો તથા એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયો દેવગતિને પ્રાપ્ત કરી શકતા નથી. નારકીઓ કે દેવો પણ તથા પ્રકારના સ્વભાવે દેવગતિમાં જન્મ ધારણ કરી શકતા નથી.
(૧) ગર્ભજ મનુષ્યો સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના કોઇપણ સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે.(૨) અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ભવનપતિ અને વ્યંતરજાતિના દેવોમાં અને (૩) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય આઠ દેવલોક સુધી જઈ શકે છે. (૪) યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય આ બંને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા,