________________
| પ્રતિપત્તિ-૧
વાણવ્યંતર - વિ અર્થાતુ વિવિધ પ્રકારના અંતર અર્થાતુ આશ્રય જેના હોય તે વ્યંતર છે. ભવન, નગર, આવાસો વગેરે વિવિધ સ્થાનોમાં રહે તેને વાણવ્યંતર કહેવાય છે અથવા જે વનોના વિવિધ પર્વતાન્તરો કંદરાન્તરો આદિ આશ્રયોમાં રહે છે તે વાણવ્યંતરદેવ છે. વ્યંતરોના નગર રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ રત્નકાંડમાં ઉપર નીચે સો સો યોજન છોડીને શેષ આઠસો યોજન પ્રમાણ મધ્યભાગમાં છે. તેના નગરો તિરછાલોકમાં છે અને તેનાં આવાસ ત્રણે લોકમાં છે.
- વાણવ્યંતરના આઠ ભેદ છે. કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, તે સર્વના સંક્ષેપમાં બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. જયોતિષી - જે જગતને પ્રકાશિત કરે છે તે જ્યોતિષી કહેવાય છે. તેના પાંચ ભેદ છે– ચન્દ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારા. તે સર્વના સંક્ષેપમાં બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. વૈમાનિક – જે ઊર્ધ્વલોકમાં વિમાનોમાં રહે છે, તે વૈમાનિક છે. તેના બે પ્રકાર છે– કલ્પપપત્રક અને કલ્પાતીત. જ્યાં કલ્પ, આચાર મર્યાદા હોય અર્થાતુ જ્યાં ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશ આદિની મર્યાદા અને વ્યવહાર હોય તે કલ્પપપન્નક છે. તેના બાર ભેદ છે– (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસાર (૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અય્યત.
જ્યાં ઇન્દ્ર સામાનિક આદિ ભેદ ન હોય, કોઇપણ પ્રકારની કલ્પમર્યાદા ન હોય તેને કપાતીત કહે છે. તેના બે પ્રકાર છે– સૈવેયક અને અનુત્તરોપપાતિક. તેમાં શૈવેયક દેવના નવ પ્રકાર છે– (૧) અધતન-અધસ્તન રૈવેયક (૨) અધસ્તન-મધ્યમ ગ્રેવેયક (૩) અધિસ્તન-ઉપરિમ રૈવેયક (૪) મધ્યમઅધસ્તન રૈવેયક (૫) મધ્યમ-મધ્યમ ગ્રેવેયક (૬) મધ્યમ-ઉપરિમ રૈવેયક (૭) ઉપરિમ-અધસ્તન રૈવેયક (૮) ઉપરિમ-મધ્યમ ગ્રેવેયક (૯) ઉપરિમ- ઉપરિમ રૈવેયક. અનારોપપાતિક દેવોના પાંચ ભેદ છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થસિદ્ધ મહાવિમાન. સંક્ષેપમાં તે દરેક દેવોના બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત.
દેવોમાં ઉત્પત્તિ સમયે જ અપર્યાપ્તા હોય છે કારણ કે નારકી, દેવતા અને યુગલિકો અવશ્ય પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત કરે જ છે. તેમાંથી કોઇપણ જીવો અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુને પ્રાપ્ત કરતા નથી. તે જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે, તેથી સર્વ દેવો લબ્ધિ પર્યાપ્ત છે અને કરણ અપર્યાપ્તાની અપેક્ષાએ તેમાં અપર્યાપ્તાના ભેદોની ગણના કરી છે. ચારે ય જાતિના દેવોમાં ર૩ દ્વાર:(૧) શરીર - દેવોને ત્રણ શરીર હોય છે– વૈક્રિય, તૈજસ અને કાર્પણ. (૨) અવગાહના :- દેવોની અવગાહના બે પ્રકારની છે– ભવધારણીય, ઉત્તરક્રિય. ભવધારણીયજઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા પહેલા બીજા દેવલોકમાં સાત હાથની, ત્રીજા-ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની, સાતમા-આઠમા દેવલોકમાં ચાર હાથની, નવથી બાર દેવલોકમાં ત્રણ હાથની, નવગ્રેવેયકમાં બે હાથની, અનુત્તર વિમાનમાં એક હાથની અવગાહના હોય છે. ઉત્તરલૈકિય- જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અવગાહના બાર દેવલોક સુધીના સર્વ દેવોની લાખ યોજનની છે. ત્યાર પછીના કલ્પાતીત દેવો ઉત્તરવૈક્રિય શરીર બનાવતા નથી.
લોક સી ઉત્તરણ હાથ