________________
[ ૯૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
गोयमा !दुविहा पण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णंजे से भवधारणिज्जा ते णं समचउरंससंठिया पण्णत्ता, तत्थ णं जेसे उत्तरवेउव्विया तेणं णाणासंठाणसंठिया पण्णत्ता।
___ चत्तारि कसाया, चत्तारि सण्णाओ, छ लेस्साओ, पंच इंदिया, पंच समुग्घाया, सण्णी वि,असण्णी वि,इत्थीवेयावि,परिसवेयावि,णोणपुसगवेया, पज्जत्ती अपज्जत्तीओ पंच, दिट्ठी तिण्णि, तिणि दंसणा,णाणी वि अण्णाणी वि,जेणाणी तेणियमा तिण्णाणी, अण्णाणी भयणाए, तिविहे जोगे, दुविहे उवओगे, आहारोणियमा छद्दिसि; ओसण्णं कारणं पडुच्च वण्णओ हालिहसुक्किलाई जाव आहारमाहरैति।
उववाओ तिरियमणुस्सेहिं, ठिई जहण्णेणं दसवासहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई,दुविहा विमरति, उव्वट्टित्ता णो णेरइएसुगच्छंति तिरियमणुस्सेसुजहासंभवं, णो देवेसुगच्छति, दुगइआ, दुआगइया परित्ता असंखेज्जा पण्णत्ता समणाउसो । सेतं देवा । सेतं पर्चेदिया। सेत ओराला तसा पाणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવોના શરીર સંસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના શરીર સંસ્થાનના બે પ્રકાર છે– ભવધારણીય અને ઉતરવૈક્રિય. તેમાં ભવધારણીય શરીરનું સમચતુરસ સંસ્થાન છે. ઉત્તરવૈક્રિય શરીર વિવિધ આકારના હોય છે.
દેવોમાં ચાર કષાય, ચાર સંજ્ઞા, છ વેશ્યા, પાંચ ઇન્દ્રિય, પાંચ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી અને અસંજ્ઞી છે. તે સ્ત્રીવેદી, પુરુષવેદી છે, નપુંસકવેદી હોતા નથી. તેમાં પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિઓ હોય છે. તેમાં ત્રણ દષ્ટિ અને ત્રણ દર્શન હોય છે. તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમથી ત્રણ જ્ઞાન અને જે અજ્ઞાની છે તેને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. તે સાકાર અને અનાકાર બંને ઉપયોગવાળા છે. તે નિયમથી છ યે દિશાઓના પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે. પ્રાયઃ તે પીળા અને સફેદ શુભ વર્ણના યાવતું શુભગંધ, શુભરસ, શુભ સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે.
તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તે મારણાંતિક સમુઘાતથી સમવહત તથા અસમવહત થઈને પણ મરે છે. તે ત્યાંથી ચ્યવીને નરકમાં ઉત્પન્ન થતા નથી, યથાસંભવ તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં ઉત્પન્ન થતા નથી. તેથી બે ગતિ અને બે આગતિવાળા હોય છે. તે આયુષ્યમાન શ્રમણ ! તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય. આ દેવોનું વર્ણન પૂર્ણ થયું. તે રીતે જ પંચેન્દ્રિયનું અને ઉદાર ત્રસોનું વર્ણન પણ પૂર્ણ થયું. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં દેવોના ભેદ-પ્રભેદ અને સમુચ્ચય દેવોના ૨૩ દ્વારોનું પ્રતિપાદન છે. દેવોના ચાર પ્રકાર છે– (૧) ભવનપતિ (૨) વાણવ્યંતર (૩) જ્યોતિષી (૪) વૈમાનિક. ભવનપતિ :- જે દેવો પ્રાયઃ ભવનોમાં નિવાસ કરે છે તે ભવનપતિ કહેવાય છે. ભવનવાસી દેવોના દશ ભેદ છે– (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. તે કુમારોની જેમ વિભૂષાપ્રિય, ક્રીડા પરાયણ, તીવ્ર અનુરાગવાળા અને સુકુમાર હોય છે, તેથી તે “કુમાર” કહેવાય છે.