________________
પ્રતિપત્તિ-૧
[ ૯૩ ]
(૨૨) ઉદ્દવર્તના- તે સર્વ નારકીઓમાં, તિર્યચોમાં, સર્વ મનુષ્યોમાં, અનુત્તરોપપાતિક દેવો સુધી સર્વ પ્રકારના દેવોમાં ઉત્પન્ન થાય છે અને કોઈ સર્વ કર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. (૨૩) ગતિ-આગતિ- મનુષ્ય પાંચ ગતિઓમાં જાય છે અને ચારે ગતિમાંથી આવે છે. ગર્ભજ મનુષ્યો પ્રત્યેક શરીરી અને સંખ્યાતા જ હોય છે, કારણ કે ગર્ભજ મનુષ્યોની સંખ્યા ૨૯ અંક પ્રમાણ છે. ચારે ય જાતિના દેવો:१४० से किंतंभंते ! देवा? गोयमा ! देवा चउव्विहा पण्णत्ता,तंजहा- भवणवासी, वाणमतरा,जोइसिया,वेमाणिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવોના ચાર પ્રકાર છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. १४१ से किंतंभंते ! भवणवासी? गोयमा ! भवणवासी दसविहा पण्णत्ता,तंजहाअसुरा जावथणिया । सेतं भवणवासी। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી દેવોના દશ પ્રકાર છે. અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર. १४२ से किंतं भंते ! वाणमंतरा । गोयमा ! देवभेदो सव्वो भाणियव्वो जावते दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्ता य अपज्जत्ता य । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પ્રજ્ઞાપના સુત્ર અનુસાર દેવોના ભેદ જાણવા જોઈએ વાવ તેના સંક્ષેપથી બે પ્રકાર છે, યથા– પર્યાપ્ત અને અપર્યાપ્ત. १४३ तओसरीरगापण्णत्ता-वेउव्विए,तेयए, कम्मए । ओगाहणादुविहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं सत्तरयणीओ। तत्थणंजा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अगुलस्ससखेज्जइभागउक्कोसेण जोयणसयसहस्स। . सरीरगा छण्हं संघयणाणं असंघयणी; णेवट्ठी, णेव छिरा, णेव ण्हारू, णेव संघयणमत्थि,जे पोग्गला इट्टा कता जावतेतेसिं संघायत्ताए परिणमति । ભાવાર્થઃ- દેવોને શરીર ત્રણ હોય છે–વૈક્રિયતૈજસ અને કાર્મણ. દેવોની અવગાહના બે પ્રકારની છેભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. ઉત્તર વૈક્રિયની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. દેવોના શરીરમાં છ સહનનોમાંથી કોઈપણ સંહનન હોતું નથી કારણ કે તેમાં હાડકા, શિરા કે સ્નાયુ હોતા નથી. જે પુદ્ગલ ઇષ્ટ, કાંત યાવત મનોહર હોય તે તેના શરીર રૂપમાં એકત્રિત થઈ, પરિણત થઈ જાય છે. १४४ तेसिंणं भंते ! सरीरा किं संठिया पण्णत्ता?