________________
૮૮ |
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ઉપયુક્ત અને નોઇન્દ્રિય ઉપયુક્ત પણ હોય છે.
તેમાં વેદના સમુદ્યાત યાવતુ કેવળી સમુદ્યાત પર્યતના સર્વ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી હોય છે, નોસંજ્ઞી નોઅસંજ્ઞી પણ હોય છે. તે સ્ત્રીવેદી, પુરુષવેદી,નપુંસકવેદી અને અવેદી પણ હોય છે. તેમાં અપેક્ષાએ પાંચ પર્યાપ્તિઓ અને પાંચ અપર્યાપ્તિઓ હોય છે. વાસ્તવમાં છ એ પર્યાપ્તિઓ હોય છે. તેમાં ત્રણ દષ્ટિ છે, ચાર દર્શન હોય છે. તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તેમાંથી કેટલાકને બે જ્ઞાન, કેટલાકને ત્રણ જ્ઞાન, કેટલાકને ચાર જ્ઞાન, કેટલાકને એક જ્ઞાન હોય છે.
જેને બે જ્ઞાન હોય તે નિયમથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે, જેને ત્રણ જ્ઞાન હોય તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની હોય છે અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની હોય છે. જેને ચાર જ્ઞાન હોય છે, તે નિયમથી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની હોય છે. જેને એક જ્ઞાન હોય છે, તે નિયમથી કેવળજ્ઞાની હોય છે.
આ જ પ્રમાણે જે અજ્ઞાની છે, તેમાં બે કે ત્રણ અજ્ઞાન હોય છે. તે મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી પણ હોય છે. તેમાં સાકાર અને અનાકાર બંને પ્રકારના ઉપયોગ હોય છે. તે છ એ દિશાઓના પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે.
તે સાતમી નરકને છોડીને શેષ નરકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષાયુષ્યવાળા તિર્યંચોને છોડીને શેષ તિર્યચોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપના અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને છોડીને શેષ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે જ રીતે સર્વ જાતિના દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. તે સમવહત-અસમવહત બંને પ્રકારના મરણથી મરે છે. તે મૃત્યુ પામીને નૈરયિકોમાં યાવત અનુત્તરોપપાતિક દેવોમાં પણ ઉત્પન્ન થાય છે અને કોઈ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. १३९ तेणं भंते !जीवा कइगइया,कइ आगइया? गोयमा !पंचगइया चउआगइया। परित्ता संखिज्जा पण्णत्ता समणाउओ ! सेतं मणुस्सा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે જીવો કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા હોય છે? ઉત્તર- હે ગૌતમ! પાંચ ગતિ અને ચાર આગતિવાળા હોય છે. તે પ્રત્યેક શરીરી અને સંખ્યાત છે. હે આયુષ્યમાનું શ્રમણ ! આ મનુષ્યનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગર્ભજ મનુષ્યોના ભેદ-પ્રભેદ સહિત ૨૩ દ્વારનું વર્ણન છે. ગર્ભજ મનુષ્યો - ગર્ભથી ઉત્પન્ન થનારા મનુષ્યોને ગર્ભજ મનુષ્ય કહે છે. તેના ત્રણ ભેદ છે– (૧) કર્મભૂમિ (૨) અકર્મભૂમિજ (૩) અંતરદ્વીપજ. મનુષ્યોના ભેદોનું કથન મનુષ્યક્ષેત્રોની અપેક્ષાએ છે.
(૧) કર્મભૂમિજ મનુષ્યો-કર્મભૂમિમાં જન્મ ધારણ કરનારા મનુષ્યો કર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. તંત્રવર્ગષિવાળિખ્યાદ્રિ મોક્ષ અનુષ્ઠાનવ ર્મપ્રધાન ભૂમિર્ચેવાતેવર્નમૂન: (૧) કૃષિખેતી અને વાણિજ્યાદિ, (૨) અસિ-શસ્ત્રવિદ્યા અને (૩) મસિ-લેખન કળા, આ ત્રણ પ્રકારના વ્યાપાર તેમજ મોક્ષના અનુષ્ઠાન રૂપ ધર્મ-ક્રિયા જે ભૂમિમાં થાય તેને કર્મભૂમિ કહે છે. જ્યાં સામાજિક, રાજકીય અને