________________
[ ૮૪]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૨૩ દ્વાર - (૧) શરીરઃ- ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ, શરીર હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં કેટલાક જીવોને વૈક્રિય લબ્ધિ સંભવિત છે, તેથી લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. (૨) અવગાહના – જઘન્ય અંગુલનો અંસખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચેયની ભિન્ન ભિન્ન છે. (૧) જલચરની ૧000 યોજનની, (૨) સ્થલચર ચતુષ્પદની દગાઉની, (૩) ઉરપરિસર્પની 1000 યોજનની, (૪) ભુજપરિસર્પની અનેક ગાઉની અને (પ) ખેચરની અનેક ધનુષની છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ચતુષ્પદમાં છ ગાઉની અવગાહના સુષમસુષમાં કાલના યુગલિક તિર્યંચોની અપેક્ષાએ જાણવી. (૩) સહનન- તેમાં વજઋષભનારાચ આદિ છ સંહનન છે. (૪) સંસ્થાન- તેમાં સમુચતુરસ સંસ્થાન આદિ છ સંસ્થાન હોય છે. (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેગ્યા- છ લેશ્યાઓ છે. તે સંજ્ઞી હોવાથી પરિણામોમાં ઉજ્જવળતા થઈ શકે છે અને તેથી શુક્લ લેશ્યા પણ સંભવે છે. (૮) ઇન્દ્રિય– પાંચ (૯) સમુઘાતપ્રારંભના પાંચ સમુદ્યાત છે, વૈક્રિયલબ્ધિ હોવાથી વૈક્રિય સમુદ્યાત પણ હોય છે.
(૧૦) સંજ્ઞી–તે સંજ્ઞી જ હોય છે, અસંજ્ઞી નથી.(૧૧) વેદ-ત્રણે ય વેદ હોય છે. (૧૨) પર્યાપ્તછ પર્યાપ્તિઓ અને છઅપર્યાપ્તિઓ હોય છે. (૧૩) દષ્ટિ-ત્રણે દષ્ટિઓ હોય છે. મિથ્યાષ્ટિ, સમ્યગુદષ્ટિ, મિશ્રદષ્ટિ. ગર્ભજ જીવો સમ્યગુદર્શન પ્રાપ્ત કરી શકે છે, તેમાં દષ્ટિનું પરિવર્તન પણ થઈ શકે છે, તેથી ત્રણે દષ્ટિ હોય છે. (૧૪) દર્શન-ત્રણ દર્શન હોય છે. પૂર્વના આરાધક જીવોને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી અવધિદર્શન છે. (૧૫) જ્ઞાન-બે અથવા ત્રણ જ્ઞાન અને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. બે જ્ઞાન હોય તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. કેટલાક જીવોને અવધિજ્ઞાન પ્રગટ થાય તો ત્રણ જ્ઞાન થાય છે. તે જ રીતે મિથ્યાત્વી જીવોને મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે.
(૧) યોગ– મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ ત્રણે યોગ હોય છે. (૧૭) ઉપયોગસાકાર અને અનાકાર બંને ઉપયોગહોય છે. (૮) આહાર-છદિશામાંથી ૨૮૮પ્રકારે આહાર યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– ચારે ગતિના જીવોની ઉત્પત્તિ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં થાય છે. સમુચ્ચય રીતે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો સાતે નરકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિશેષ અપેક્ષાએ- (૧) ભુજપરિસર્પ બે નરકમાંથી (૨) ખેચર ત્રણ નરકમાંથી (૩) સ્થલચર ચતુષ્પદ ચાર નરકમાંથી (૪) ઉરપરિસર્પ પાંચ નરકમાંથી (૫) જલચર સ્ત્રીવેદી જીવો છે નરકમાંથી અને જલચર પુરુષવેદી અને નપુંસકવેદી જીવો સાતે નરકમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને એકથી આઠ દેવલોકના દેવો ગર્ભજ તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. નવમા દેવલોકથી ઉપરના દેવલોકના દેવો એક માત્ર મનુષ્યગતિમાં જ જાય છે.
યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યોને છોડીને શેષ તિર્યો અને મનુષ્યો ગર્ભજ તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. યુગલિકો અવશ્ય દેવગતિમાં જાય છે.
(રસ્થિતિ જઘન્ય અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે. જલચર. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની છે. સ્થલચર–ચતુષ્પદની ત્રણ પલ્યોપમની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે. પાંચે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિને જોતાં સ્પષ્ટ થાય છે કે તિર્યોમાં સ્થલચર અને ખેચર જ યુગલિક રૂપે હોય છે. શેષ ત્રણ તિર્યંચોની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ