________________
| પ્રતિપત્તિ-૧
[ ૮૫ |
હોવાથી તે યુગલિક હોતા નથી. (ર૧) મરણ– સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારના મરણ હોય છે. (૨૨) ચ્યવન- ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ચારે ગતિમાં જાય છે. સમુચ્ચયરૂપે તે સાતે નરકમાં જાય છે. વિશેષ અપેક્ષાએ- (૧) ભુજપરિસર્પ બે નરક (૨) ખેચર ત્રણ નરક સુધી જાય છે. (૩) સ્થલચર ચતુષ્પદ ચાર નરક, (૪) ઉરપરિસર્પ પાંચ નરક અને (૫) જલચર સ્ત્રી છે નરકમાં તથા જલચર પુરુષ વેદી અને નપુંસક વેદી જીવો સાતે નરકમાં જાય છે. પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને પ્રથમ દેવલોકથી આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેનાથી ઉપરના દેવલોકમાં તે જતા નથી માત્ર મનુષ્યો જ જાય છે. મનુષ્ય ગતિ અને તિર્યંચગતિના સર્વ પ્રકારોમાં તે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે ચાર ગતિના ૨૪ દંડકમાં જાય છે.(૨૩) ગતિ-આગતિ- ચાર ગતિમાં જાય છે અને ચાર ગતિમાંથી આવે છે. સંમૂર્છાિમ મનુષ્યો - १३१ से किंतंभंते ! मणुस्सा? गोयमा ! मणुस्सा दुविहा पण्णत्ता,तंजहा-संमुच्छिम मणुस्सा यगब्भवक्कतियमणुस्साय। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મનુષ્યના બે પ્રકાર છે, જેમ કે– સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. १३२ कहिणं भंते ! समुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतो मणुस्सखेत्ते जाव अंतोमुहुत्ताउया चेव कालं करेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મૂર્છાિમ મનુષ્ય સંમૂર્છાિમ રૂપે કયાં(ઉત્પન્ન)થાય છે? ઉત્તર- હે ગૌતમ!મનુષ્ય ક્ષેત્રની અંદર ઉત્પન્ન થાય છે યાવત અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. १३३ तेसिंणं भंते !जीवाणंकइ सरीरगा पण्णत्ता? गोयमा !तिण्णि सरीरगा पण्णत्ता, तं जहा- ओरालिए, तेयए, कम्मए । सेतं समुच्छिममणुस्सा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા શરીર છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ શરીર છેઔદારિકતૈજસ અને કાર્મણ. આ પ્રમાણે સંમૂર્છાિમ મનુષ્યના દ્વારની વક્તવ્યતા કહેવી જોઈએ. આ મૂર્છાિમ મનુષ્યનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંમૂર્છાિમ મનુષ્યોના ભેદ-પ્રભેદોનું ૨૩ કારથી સંક્ષિપ્ત પ્રતિપાદન છે. સંમૂર્છાિમ મનુષ્ય - મનુષ્યોની ચૌદ પ્રકારની અશુચિમાં ઉત્પન્ન થતાં જીવોને સંમૂર્છાિમ મનુષ્ય કહે છે. મનુષ્યો મનુષ્યક્ષેત્રમાં જ હોવાથી સંમૂર્છાિમ મનુષ્યો પણ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તે ચૌદ પ્રકારના અશુચિસ્થાન આ પ્રમાણે છે– (૧) મળમાં, (૨) મૂત્રમાં, (૩) કફમાં, (૪) લીંટમાં, (૫) વમનમાં, (૬) પિત્તમાં, (૭) પરૂમાં, (૮) લોહીમાં, (૯) વીર્યમાં, (૧૦) સૂકાઈ ગયેલા યુગલો ફરી ભીના થાય તેમાં (૧૧) મૃત કલેવરમાં, (૧૨) સ્ત્રી પુરુષના સંયોગમાં, (૧૩) નગરની ગટરોમાં, (૧૪) સર્વ પ્રકારના અશુચિ સ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના