________________
[ ૮૨]
શ્રી જીવાજીવાભિગમ સત્ર भेदो भाणियव्वो, सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं,ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पुव्वकोडी।।
उववट्टित्ता णेरइएसु जावपंचमं पुढविताव गच्छंति, तिरिक्खमणुस्सेसुसव्वेसु, देवेसुजावसहस्सारा । सेसंजहा जलयराण जावचउगइया चउआगइया परित्ता असखेज्जा पण्णत्ता । सेत उरपरिसप्पा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉરપરિસર્પના આસાલિકને છોડીને પૂર્વવતુ ભેદ જાણવા જોઈએ પરંતુ પરિસર્પોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની છે.
તે મરીને જો નરકમાં જાય તો પાંચમી નરક સુધી જાય છે, સર્વ પ્રકારના તિર્યો અને મનુષ્યોમાં જાય છે અને આઠમા સહસાર દેવલોક સુધી જાય છે. શેષ સર્વ વર્ણન જલચરોની જેમ જાણવું થાવ તે ચાર ગતિમાં જાય છે અને ચાર ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ઉપરિસર્પોનું કથન થયું. १२९ से किंतं भंते ! भुयपरिसप्पा? ___ गोयमा ! भेदोतहेव । चत्तारि सरीरगा,ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जझ् भागंउक्कोसेणं गाउयपुहुत्तं । ठिई जहण्णेणं अंतोमुत्तं उक्कोसेणं पुव्वकोडी । सेसेसु ठाणेसुजहा उरपरिसप्पा, णवरंदोच्चं पुढविंगच्छति । सेतंभुयपरिसप्पा,सेतंथलयरा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ભુજપરિસર્પના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ!ભુજપરિસર્પોના ભેદ પૂર્વવત્ કહેવા જોઈએ. તેને ચાર શરીર છે, તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. શેષ કથન ઉરપરિસર્પની જેમ કહેવું જોઈએ યાવતુ તે બીજી નરક સુધી જાય છે. આ ભુજપરિસર્પનું કથન થયું. તેની સાથે જ સ્થલચરોનું કથન પણ પૂરું થયું. १३० से किंतंभंते !खहयरा? गोयमा !खहयरा चउव्विहा पण्णत्ता, तंजहा- चम्म पक्खी तहेव भेदो, ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जभागं, उक्कोसेणं धणुपुहुत्तं।
ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो; सेसंजहा जलयराणं, णवरंजाव तच्च पुढविंगच्छंति जावसेतंखहय-गब्भवक्कंतिय पंचिंदिय तिरिक्खजोणिया । सेतंतिरिक्खजोणिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ખેચરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ખેચરના ચાર પ્રકાર છે, જેમ કે ચર્મપક્ષી આદિ પૂર્વવતુ ભેદ કહેવા જોઈએ. તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે.
સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. શેષ કથન જલચરોની જેમ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે જીવ ત્રીજી નરક સુધી જાય છે. તે ખેચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનું કથન થયું. આ જ રીતે પંચેન્દ્રિય તિર્યંચનું વર્ણન પૂર્ણ થયું.