SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રતિપત્તિ-૧ [ ૮૧ ] जावसहस्सारो। चउगइया चउआगइया । परित्ता असंखेज्जा पण्णत्ता,सेतंजलयरा। ભાવાર્થ :- જીવ યાવત સાતમી નરક સુધીના નારકીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને છોડીને બધા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિ, અંતરદ્વીપ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને છોડીને બધા મનુષ્યોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. તે સહસાર સુધીના દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. તે સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારના મરણથી મરે છે. તે મરીને સાતમી નરક સુધી, બધા તિર્યંચો અને મનુષ્યોમાં અને સહસાર સુધીના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે ચાર ગતિમાં જાય છે અને ચાર ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ગર્ભજ જલચરનું કથન થયું. १२५ से किंतं भंते !थलयरा? गोयमा !थलयरा दुविहा पण्णत्ता,तंजहा-चउप्पया य परिसप्पा या ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! ગર્ભજ સ્થલચરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ગર્ભજ સ્થલચરના બે પ્રકાર છે, જેમ કે- ચતુષ્પદ અને પરિસર્પ. १२६ से किं तं भंते ! चउप्पया? गोयमा ! चउप्पया चउव्विहा पण्णत्ता,तं जहा- एगखुरा सो चेव भेदो जाव जेयावण्णे तहप्पगारातेसमासओ दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्ता य अपज्जत्ता य। चत्तारि सरीरा, ओगाहणा जहण्णेण अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणंछ गाउयाई। ठिई उक्कोसेणं तिण्णि पलिओवमाईणवरं उव्वट्टित्ता णेरइएसुचउत्थपुढविं गच्छंति, सेसंजहा जलयराणं जावचउगइया, चउआगइया, परित्ता असखेज्जा पण्णत्ता । सेतं વડપયા ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ચતુષ્પદના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચતુષ્પદના ચાર પ્રકાર છે. જેમ કે- એક ખરીવાળા આદિ ભેદ પ્રજ્ઞાપના અનુસાર કહેવા જોઈએ. વાવત તે જીવોને ચાર શરીર હોય છે. તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ છ ગાઉની છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, તે મરીને ચોથી નરક સુધી જાય છે. શેષ સર્વ વક્તવ્યતા જલચરોની જેમ જાણવી યાવતુ તે ચારે ગતિઓમાં જાય છે અને ચારે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ચતુષ્પદનું વર્ણન થયું. १२७ सेकिंतंभंते ! परिसप्पा? गोयमा !परिसप्पा दुविहा पण्णत्ता,तंजहा-उरपरिसप्पा य भुयपरिसप्पा य। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરિસર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પરિસર્પના બે પ્રકાર છે– ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ.. १२८ से किं तं भंते ! उरपरिसप्पा ? गोयमा ! उरपरिसप्पा तहेव आसालियवज्जो
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy