________________
[
૭૩
]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા શરીર હોય છે?
ઉત્તર-હે ગૌતમ!ત્રણ શરીર હોય છે– ઔદારિક, તેજસ અને કાર્મણ. તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે. તેને છેવટુ સંઘયણ, હુંડ સંસ્થાન, ચાર કષાય, ચાર સંજ્ઞા, પ્રારંભની ત્રણ લેશ્યાઓ, પાંચ ઇન્દ્રિયો, ત્રણ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી નથી અસંજ્ઞી છે. તેને નપુંસક વેદ, પાંચ પર્યાપ્તિઓ અને પાંચ અપર્યાપ્તિઓ, બે દષ્ટિ, બે દર્શન, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે પ્રકારના યોગ, બંને ઉપયોગ હોય છે. તે છ એ દિશામાંથી પુલો આહાર રૂપે ગ્રહણ કરે છે. १०२ उववाओ तिरियमणुस्सेहितो णो देवेहितो णो णेरइएहितो, तिरिएहितो असंखेज्जवासाउयवज्जेहितो, अकम्मभूमगअंतरदीवग-असंखेज्जवासाउयवज्जेहितोमणुस्सेहितो। ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणंपुवकोडी। मारणंतियसमुघाएणंदुविहा विमरति। ભાવાર્થ - તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, દેવો અને નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચમાં પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચમાંથી એટલે યુગલિક તિર્યંચમાંથી અને અકર્મભૂમિ તથા અંતરદ્વીપના અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા(યુગલિક) મનુષ્યમાંથી ઉત્પન્ન થતા નથી.
- તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની છે. તે મારણાંતિક સમુઘાતથી સમવહત થઈને પણ મરે છે અને સમવહત થયા વિના પણ મરે છે. १०३ ते णं भंते! अणंतरं उववट्टित्ता कहिं उववज्जति?
___ गोयमा! णेरइएसु वि तिरिक्खजोणिएसु वि मणुस्सेसु वि देवेसु वि । रइएसु रयणपहाए, सेसेसुपडिसेहो। तिरिएसुसव्वेसुज्ववति-सखेज्जवासाउएसुविअसंखेज्ज वासाउएसुवि, चउप्पएसु वि पक्खीसुवि । मणुस्सेसुसव्वेसुकम्मभूमिएसु, णो अकम्म भूमिएसुअंतरदीवएसुविसंखेज्जवासाउएसुवि असखेज्जवासाउएसुवि । देवेसु जाव वाणमतरा। चगइया,दुआगइया,परित्ता असखेज्जापण्णत्ता । सेतजलयरसमुच्छिमपर्चेदिय નિરિવલ્લી ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ જલચર મરીને ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે નરકમાં, તિર્યંચમાં, મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થાય તો રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે, શેષ નરકમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચમાં ઉત્પન્ન થાય તો સંખ્યાત વર્ષના આયુવાળા સર્વ પ્રકારના તિર્યચોમાં અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ચતુષ્પદોમાં અને પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે.
મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિમાં ઉત્પન્ન થતાં નથી, છપ્પન અંતરદ્વીપમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવોમાં ઉત્પન્ન થાય તો વાણવ્યંતર દેવો સુધી ઉત્પન્ન થાય છે.
તે જીવ ચારગતિમાં જાય છે, બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય છે. આ જલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોનું વર્ણન થયું.