________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેઇન્દ્રિયના ૨૩ દ્વાર :– (૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્યણ શરીર. (૨) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. (૩) સંઘયણ– છેવટુ. (૪) સંસ્થાન– હુંડ (૫) કષાય– ચાર (૬) સંજ્ઞા— ચાર (૭) લેશ્યા– ત્રણ (૮) ઇન્દ્રિય– ત્રણ (૯) સમુદ્દાત— ત્રણ (૧૦) સંજ્ઞી– અસંશી (૧૧) વેદ– નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- પાંચ (૧૩) દૃષ્ટિ સમકિત અને મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન– અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન– બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૬) યોગ– વચનયોગ અને કાયયોગ (૧૭) ઉપયોગ– બંને. (૧૮) આહાર- છ દિશામાંથી ૨૮૮ પ્રકારે. (૧૯) ઉપપાત– મનુષ્ય અને તિર્યંચ બે ગતિના ૧૦ દંડકમાંથી (૨૦) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્રની (૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત બંને પ્રકારનું. (૨૨) ચ્યવન– મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના ૧૦ દંડકમાં જાય (૨૩) ગતિ-આગતિ– મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાં જાય અને બે ગતિમાંથી આવે છે.
૪
ચૌરેન્દ્રિય જીવો ઃ
८८ से किं तं भंते ! चउरिंदिया ? गोयमा ! चउरिंदिया अणेगविहा पण्णत्ता, तं जहाअधिया, पोत्तिया जावगोमयकीडा, जेयावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता, तंजहा - पज्जत्ता य अपज्जत्ता य ।
ભાવાર્થ :- • પ્રશ્ન– હે ભગવન્ ! ચૌરેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ચૌરેન્દ્રિય જીવોના અનેક પ્રકાર છે, યથા– અંધિક, પુત્રિક યાવત્ ગોમયકીટ(છાણનો કીડો) અને આ પ્રકારના અન્ય અનેક જીવો છે. સંક્ષેપથી તેના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત.
८९ तेसिं णं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता ?
गोयमा ! तओ सरीरगा पण्णत्ता - तं चेव, णवरं सरीरोगाहणा उक्कोसेणं चत्तारि गाउयाइं । इंदिया चत्तारि । चक्खुदंसणी, अचक्खुदंसणी । ठिई उक्कोसेण छम्मासा । सेसं जहा तेइंदियाणं जाव असंखेज्जा पण्णत्ता । से तं चउरिंदिया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોને કેટલા શરીર હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રણ શરીર હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે તેની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે, ચાર ઇન્દ્રિયો છે, તે ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની છે. તેની સ્થિતિ ઉત્કૃષ્ટ છ માસની છે, શેષ વર્ણન તેઇન્દ્રિય જીવોની જેમ જાણવું જોઈએ યાવત્ તે અસંખ્યાત છે. આ ચૌરેન્દ્રિયનું કથન થયું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચૌરેન્દ્રિય જીવોના પ્રકાર અને તેના ૨૩ દ્વારોનું અતિદેશાત્મક કથન છે.
પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર તેના અનેક નામ આ પ્રમાણે છે– અંધિક, પૌત્રિક(નેત્રિક) માખી, મચ્છર, તીડ, ખડમાકડી પતંગ, ઢિંકુણ, કુક્કુડ, કુક્કુહ, નંદાવર્ત, સ્મૃગિરિટ, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, હરિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓમંજલિકા, જલચારિક, ગંભીર, નૈનિક, તંતવ, અક્ષિરોટ, અક્ષિવેધ, સારંગ. નુપૂર, હોલા, ભ્રમર, ભરિલી, જસલા, તોટ્ટ, વીંછી, પત્રવૃશ્ચિક, છાણવીંછી, જલવીંછી પ્રિયંગાલ, કનક અને છાણનો કીડો વગેરે. તેનું સંપૂર્ણ વર્ણન બેઇન્દ્રિયની સમાન છે પરંતુ ચાર દ્વારમાં વિશેષતા છે—