________________
| પ્રતિપત્તિ
|
૩
|
સમુદ્દઘાત રહિત, બંને પ્રકારનું મરણ હોય.(રર) ચ્યવન- દેવ, નારક અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળ I તિર્યંચો, મનુષ્યોને છોડીને શેષ તિર્યંચ અને મનુષ્ય ગતિના દશ દંડકમાં ઉત્પન્ન થાય છે.(૨૩) ગતિ-આગતિ– બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તેઇન્દ્રિય જીવો -
८७ सेकिंझते !तंतेइंदिया? गोयमा ! तेइंदिया अणेगविहा पण्णत्ता,तंजहा-ओवइया, रोहिणीया जावहत्थिसोंडा, जे यावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता, तंजहा- पज्जत्ताय अपज्जत्ता या
तहेव जहा बेइंदियाणं णवरं- सरीरोगाहणा उक्कोसेणं तिण्णि गाउयाई, तिण्णि इंदिया, ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं एगूणपण्णराइंदिया । सेसं तहेव दुगइया, दुआगइया । परित्ता, असंखेज्जा पण्णत्ता । सेतं तेइंदिया। ભાવાર્થ – પ્રશ્ન-એઇન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- તે ઇન્દ્રિય જીવોના અનેક પ્રકાર છે, જેમ કે- ઓવદ્ય- તેઇન્દ્રિય જીવ વિશેષ. રોહિણીક યાવતુ હસ્તિશોંડ(ધનેડું) અને બીજા પણ અનેક તેઇન્દ્રિય જીવો છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત (૨) અપર્યાપ્ત.
આ પ્રમાણે બેઈન્દ્રિયની સમાન સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેઇન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની છે,ઇન્દ્રિયો ત્રણ છે, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ (અહોરાત્રિ) રાત દિવસની છે. શેષ કથન પૂર્વવતુ જાણવું થાવ તે બે ગતિવાળા, બે આગતિવાળા, પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ તે ઇન્દ્રિયોનું વર્ણન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તે ઇન્દ્રિયોના અનેક પ્રકાર અને તેના ૨૩ દ્વારનું અતિદેશાત્મક નિરૂપણ છે.
સ્પર્શ, રસના અને ઘાણ આ ત્રણ ઇન્દ્રિયો જે જીવોને હોય છે, તે તે ઇન્દ્રિય જીવ છે. તેના ઘણા પ્રકાર છે, યથા– વફ– તે ઇન્દ્રિય જીવ વિશેષ. રોહિણીક, કંથવા, કીડી, ઉદ્દેહક, ઉધઈ, ઉત્કલિક, ઉત્પાદ, ઉત્કટ, તૃણાહાર– તૃણને ખાનારા કીડા, કાષ્ઠાહાર– કાષ્ઠને ખાનારા કીડા(ઘુણા), માલુક, પત્રાહાર–પત્રને ખાનારા કીડા, તૃણવૃત્તિક, પત્રવૃત્તિક, પુષ્પવૃત્તિક, ફલવૃત્તિક, બીજવૃત્તિક, તંદુરણ મસ્જિક, ત્રપુષમિંજિક, કાર્વાસસ્થિમિંજક, હિલ્લિક, ઝિલ્લિક, ઝીંગિરા-વાંદો, કિંગીરિટ, બાહુક, સુભગ, સૌવસ્તિક, શુકવૃત, ઇન્દ્રકાયિક, ઇન્દ્રગોપ–રેશમી કીડો, ઉલેચક, કુસ્થલવાહક, યૂકા(જં), લીખ, હાલાહલ, માંકડ, શતપાદિકા (ગજાઈ),ગોમતી(કાનખજૂરો) અને હસ્તિશૉડધનેડા. આ નામોમાં ઘણા દેશી શબ્દ છે તેના પ્રચલિત અર્થ પ્રાપ્ત થતાં નથી.
તેઇન્દ્રિય જીવોના નામોમાં કેટલાક પ્રસિદ્ધ છે અને કેટલાક અપ્રસિદ્ધ છે. તેના પર્યાપ્ત-અપર્યાપ્ત, આ બે પ્રકાર છે. તેના ૨૩ દ્વારનું વર્ણન બેઇન્દ્રિયની સમાન જાણવું. તેમાં ત્રણ દ્વારમાં વિશેષતા છે.
શરીરની અવગાહના– તે ઇન્દ્રિયોના શરીરની અવગાહના ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. ઇન્દ્રિય હાર– તે જીવોને ત્રણ ઇન્દ્રિયો હોય છે. સ્થિતિ દ્વાર– તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ (અહોરાત્ર)રાત દિવસની છે. તેની આઠ લાખ કુલકોડી છે.