________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આયુષ્યનો બંધ કર્યા પછી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ સમયે સમ્યગ્દર્શનનું વમન કરતાં-કરતાં વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો તેને અપર્યાપ્તાવસ્થામાં અલ્પ સમય માટે સાસ્વાદન સમ્યગ્દર્શન રહે છે. અને પર્યાપ્ત થતાં તે મિથ્યાત્વી થઈ જાય છે. વિકલેન્દ્રિય જીવો પોતાના જીવનકાલ દરમ્યાન નવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતે વિકલેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે. તેઓને મિશ્રદષ્ટિ હોતી નથી.
ર
જ્ઞાન– અપર્યાપ્તાવસ્થામાં સમ્યગ્દષ્ટ હોવાથી બે જ્ઞાન અને મિથ્યાત્વી જીવોને બે અજ્ઞાન હોય છે. આ રીતે તે જીવોને બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે.
આહાર–છ દિશામાંથી આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે જીવો ત્રસનાડીમાં જ હોવાથી કોઈ પણ દિશાનો વ્યાઘાત થતો નથી.
ઉપપાત– તેમાં મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો, આ દશ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય છે.
ઉદ્ધૃર્તન– તેઓ મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના દશ દંડકમાં જાય છે.
ફુલકોટિ – બેઇન્દ્રિયમાં સાતલાખ જાતિ કુલ કોટિ યોનિ હોય છે. બેઇન્દ્રિયમાં બે લાખ જીવાયોનિ છે. ના તોહિ ગોળી – જાતિ-કુલકોટિ યોનિ− ગતિશતિ તિ તિર્થન્નતિ તસ્યાઃ વૈજ્ઞાનિ મિીવૃશ્વિાલીનિ નાનાિ તાનિ યોનિ પ્રમુલાખિ । પ્રસ્તુત પ્રસંગમાં ‘જાતિ’ શબ્દ તિર્યંચગતિનો બોધક છે. તેમાં કૃમિ, કીડા વગેરે કુળ છે અને તે જેમાં ઉત્પન્ન થાય તે યોનિ. યોનિ એટલે જીવોનું ઉત્પત્તિ . સ્થાન. ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થનારા જીવોની વિવિધ જાતિને કુલ કહે છે. જેમ કે છાણ યોનિરૂપ છે, જેમાં કૃમિ, કીડા, વૃશ્વિક આદિ વિવિધ જાતિવાળા જીવો ઉત્પન્ન થાય છે, તે તેના કુલ છે. યોનિ એક હોય અને તેમાં અનેક કુલ હોય છે અથવા જ્ઞાતિનમિત્તે પમ્ । જાતિકુલને એક પદ રૂપે સ્વીકારીએ તો “એક યોનિના અનેક જાતિકુલ હોય છે,” તે પ્રમાણે અર્થ થાય છે. છાણરૂપ યોનિમાં કૃમિકુલ, વૃશ્ચિકકુલ વગેરે અનેક જાતિકુલ હોય છે.
પરિત્તા અસંવેગ્ગા:– બેઇન્દ્રિય જીવો પરિત્ત–પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય છે. તે અસંખ્યાતની રાશિનું સ્પષ્ટીકરણ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના બારમા પદમાં છે.
–
બેઇન્દ્રિયના ૨૩ દ્વાર :– (૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્યણ. (૨) અવગાહના− જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન. (૨) સંઘયણ– છેવટુ. (૪) સંસ્થાન – હુંડ. (૫) કષાય—– ચાર. (૬) સંજ્ઞા— ચાર. (૭) લેશ્યા–પ્રથમની ત્રણ. કૃષ્ણ, નીલ, કાપોત. (૮) ઇન્દ્રિય– સ્પર્શેન્દ્રિય અને જિહ્મેન્દ્રિય, આ બે ઈન્દ્રિયો. (૯) સમુદ્દાત– વેદના, કષાય અને મારણાંતિક, આ ત્રણ સમુદ્દાત. (૧૦) સંશી– અસંશી. (૧૧) વેદ– નપુંસક વેદ. (૧૨) પર્યાપ્તિ– પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ. (૧૩) દિષ્ટ- બે. સમ્યગ્દષ્ટ અને મિથ્યાદષ્ટિ.(૧૪) દર્શન- અચક્ષુદર્શન.(૧૫) જ્ઞાન– બે અજ્ઞાન અથવા બે જ્ઞાન. મતિ-શ્રુતજ્ઞાન અથવા મતિ-શ્રુતઅજ્ઞાન હોય.(૧૬) યોગ– વચનયોગ અને કાયયોગ છે.(૧૭) ઉપયોગ– સાકાર અને અનાકાર ઉપયોગ. (૧૮) આહાર–નિયમથી છ એ દિશાઓના પુદ્ગલોનો ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે.(૧૯) ઉ૫પાત− દેવ, ના૨ક અને અસંખ્યાત વર્ષાયુવાળા તિર્યંચો અને મનુષ્યોને છોડીને શેષ તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી તેમજ ઔદારિકના દશ દંડકમાંથી આવીને ઉત્પન્ન થાય છે.(૨૦) સ્થિતિ— જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની.(૨૧) મરણ– સમુદ્દાત સહિત અને