________________
પ્રતિપત્તિ-૧
૧
અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે નિયમથી બે જ્ઞાનવાળા છે—– મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની. જે અજ્ઞાની છે તે નિયમથી બે અજ્ઞાનવાળા છે– મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની.
તે જીવો મનયોગવાળા નથી, વચનયોગ અને કાયયોગવાળા છે. તે જીવો સાકારોપયોગયુક્ત અને અનાકારોપયોગયુક્ત છે. તે જીવોનો આહાર નિયમથી છ દિશાઓના પુદ્ગલોનો હોય છે. તેનો ઉપપાત નૈરયિક, દેવ અને અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકોને છોડીને શેષ તિર્યંચ અને મનુષ્યોમાંથી થાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની છે. તે મારણાંતિક સમુદ્દાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત પણ મરે છે.
८६
भंते! जीवा अनंतरं उव्वट्टित्ता कहिं गच्छति ? कहिं उववज्जंति ? गोयमा ! णेरइय-देव-असंखेज्जवासाउयवज्जेसु गच्छंति, दुगइया, दुआगइया, परित्ता असंखेज्जा, तं इंदिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો મરીને ક્યાં જાય છે ? ઉત્તર− હે ગૌતમ ! નારકી, દેવતા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યોને છોડીને, શેષ તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે. તે જીવ બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાત છે. આ બેઇન્દ્રિય જીવોનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બેઇન્દ્રિયોના પ્રકાર અને ૨૩ દ્વારથી તેની વિચારણા છે.
:
પુતાજિમિયા નાવ સમુદ્રતિÆાઃ–અહીં યાવત્ શબ્દથી પ્રજ્ઞાપના સૂત્રાનુસાર અનેક બેઇન્દ્રિય જીવો આ પ્રમાણે છે– પુલાકૃમિક— મળદ્વારમાં ઉત્પન્ન થતાં કૃમિ. કુક્ષિકૃમિ ઉદરમાં ઉત્પન્ન થતાં નાના કૃમિ. કૃમિ ગંડુયલગ ઃ– પેટમાં ઉત્પન્ન થતાં મોટા કૃમિ. ગોલોમક– ગાયોના રોમમાં ઉત્પન્ન થતાં કૃમિ.નેપૂર, સૌમંગલક, વંશીમુખ, સૂચિમુખ, ગૌજલોકા, જલોકા, જલાપુષ્ક. શંખ-સમુદ્રમાં ઉત્પન્ન થતાં શંખ. શંખનક સમુદ્રમાં ઉત્પન્ન થતાં નાના-નાના શંખ. ધુલ્લા– ખુલ્લા, ગુડજા, સ્કન્ધ, સામુદ્રી શંખના આકારવાળા નાના શંખ.વરાટા– કોડી તે ઉપરાંત સૌકિત, મૌકિત, કલ્લુકાવાસા, એકાવર્ત, દ્વિદ્યાવર્ત, નંદિકાવર્ત, શંબુકા, માતૃવાહા વગેરે વિવિધ પ્રકારના શંખ સમજવા જોઈએ. સિર્પીિ સંપુટ–છીપલા, ચંદનક, સમુદ્રલિક્ષા – કૃમિ વિશેષ. આ બધા તથા અન્ય આ પ્રકારના ભૃતકલેવરમાં ઉત્પન્ન થતાં કૃમિ આદિ બેઇન્દ્રિય સમજવા જોઈએ. આ બેઇન્દ્રિય જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે.
બેઇન્દ્રિયોના ૨૩ દ્વારમાંથી કેટલાક દ્વારમાં વિશેષતા આ પ્રમાણે છે–
અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બાર યોજનની છે. ઉત્કૃષ્ટ અવગાહના સામુદ્રી જીવોની અપેક્ષાએ થાય છે.
સંઘયણ– ત્રણ વિકલેન્દ્રિય જીવોને છેવટુ સંઘયણ હોય છે.
પર્યાપ્તિ– બેઇન્દ્રિય જીવોને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને ભાષા, આ પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય છે.
દૃષ્ટિ– ત્રણ વિકલેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં સમ્યગ્દષ્ટ હોય શકે છે. કોઈ જીવ વિકલેન્દ્રિયના