________________
[ ૧૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર उववाओ देवमणुयणेरइएसुणत्थि । ठिई जहणेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि वाससहस्साई, सेसंतंचेव एगगइया,दुआगइया, परित्ता, असंखेज्जा पण्णत्ता समणाउसो! सेतंबायरवाउक्काइया । सेतं वाउक्काइया । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે જીવોને કેટલાં શરીર છે? ઉત્તર-હે ગૌતમ!ચાર શરીર છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ.
તેના શરીરનું સંસ્થાન ધ્વજા પતાકાના આકારનું છે. તેને ચાર સમુઘાત હોય છે–વેદના સમુઘાત, કષાય સમુઘાત, મારણાંતિક સમુદ્યાત અને વૈક્રિય સમુદ્યાત. વ્યાઘાત ન હોય તો તેઓ છ દિશામાંથી આહારના પુગલોને ગ્રહણ કરે છે અને વ્યાઘાત હોય તો ક્યારેક ત્રણ દિશા, ક્યારેક ચાર દિશા અને ક્યારેક પાંચ દિશાના પુદ્ગલોને ગ્રહણ કરે છે.
તે જીવ દેવગતિ, મનુષ્યગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. શેષકથન પૂર્વવતુ જાણવું. હે આયુષ્યમાન શ્રમણ ! તેઓ એક ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાતા હોય છે. આ બાદર વાયુકાય અને વાયુકાયનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાયિક કહે છે. તેના બે પ્રકાર છે– (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. સૂક્ષ્મ વાયકાયિકોનું વર્ણન પૂર્વોક્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોની જેમ સમજવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે, વાયુકાયિકના શરીરનું સંસ્થાન ધ્વજા પતાકાના આકારે છે.
બાદર વાયુકાયિક જીવોના અનેક પ્રકાર હોય છે, યથા-પૂર્વીવાત- પૂર્વ દિશામાંથી આવતી હવા. આ જ રીતે પશ્ચિમીવાત, દક્ષિણીવાત, ઉત્તરીવાત, ઊદ્ધવાત, અધોવાત, તિર્યગ્વાત, વિદિશાવાત. વાતોદભ્રમ- અનિયત દિશાઓમાં વહેતી હવા. વાતોત્કલિકા- સમુદ્રની જેમ તેજ ગતિથી ફૂંકાતો પવન. મંડલિકાવાત– ચક્રવાત, ગુજવાત- સૂસવાટા કરતો પવન. ઝંઝાવાત- વરસાદની સાથે ફૂંકાતો પવન. સંવતંકવાત– પ્રલયકાલીન પવન. ઘનવાત- રત્નપ્રભા પૃથ્વી આદિની નીચે રહેલી સઘન હવા, નક્કર વાયુ. તનુવાત– ઘનવાતની નીચે રહેલો પાતળો વાયુ. શુધવાત– મંદવાયુ અથવા મશક આદિમાં ભરેલો વાયુ. આ સિવાય બીજા પણ અન્ય પ્રકારની હવાઓ બાદર વાયુકાય છે.
બાદર વાયુકાયિક જીવોના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. તેની વર્ણાદિની તરતમતાની અપેક્ષાએ સાત લાખ યોનિઓ છે. પર્યાપ્ત વાયુકાય જીવની નિશ્રામાં જ અપર્યાપ્ત વાયુકાયના જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય ત્યાં નિયમતઃ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
વાયકાયમાં ૨૩ તારોની વિચારણા પૃથ્વીકાયની સમાન જાણવી. તેના ચાર દ્વારમાં વિશેષતા છે.
શરીર- વાયુકાયિક જીવોને ચાર શરીર હોય છે– (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) તૈજસ અને (૪) કાર્મણ. સૂક્ષ્મ વાયુકાયને ત્રણ શરીર અને બાદર વાયુકાયના જીવોને વૈક્રિય શરીર સહિત ચાર શરીર હોય છે. સમુદ્યાત- ચાર હોય છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુદ્યાત (૩) મારણાંતિક સમુદ્યાત અને (૪) વૈક્રિય સમદુર્ઘાત. સંસ્થાન- તેનું સંસ્થાન ધ્વજા-પતાકાના આકારે છે.સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણહજાર વર્ષની સ્થિતિ છે.