________________
| પ્રતિપત્તિ-૧
| ૫૯ |
આહાર– તેજસ્કાયિક જીવોની સમાન આહારનું કથન છે અર્થાતુ નિર્વાઘાત હોય તો છ એ દિશાના પુગલોને ગ્રહણ કરે છે અને વ્યાઘાતની સ્થિતિમાં ક્યારેક ત્રણ, ક્યારેક ચાર અને ક્યારેક પાંચ દિશાઓના પુદ્ગલોને ગ્રહણ કરે છે. લોક નિષ્ફટ (લોકના છેડે)માં પણ બાદર વાયુકાયની સંભાવના છે, તેથી તેને વ્યાઘાત થઈ શકે છે. બાદર તેજસ્કાયમાં નિયમતઃ છ દિશાનો આહાર છે. તે જીવો લોકના અંતે હોતા નથી. વાયુકાયના ૨૩ કાર:- (૧) શરીર- સૂક્ષ્મ વાયુકાયને ત્રણ–ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર અને બાદર વાયુને વૈક્રિય સહિત ચાર શરીર હોય (૨) અવગાહના- જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ (૩) સંઘયણ-છેવટુ (૪) સંસ્થાન- હુંડ. ધ્વજા પતાકાના આકારે (૫) કષાય- ચાર (૬) સંજ્ઞાચાર (૭) લેશ્યા- ત્રણ (૮) ઇન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય (૯) સમુઘાત- સૂક્ષ્મવાયુને વેદનીય, કષાય, મારણાંતિક, ત્રણ સમુઘાત અને બાદર વાયુને વૈક્રિય સહિત ચાર સમુઘાત (૧૦) સંજ્ઞી- અસંશી (૧૧) વેદ- નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ (૧૩) દષ્ટિ– મિથ્યા દષ્ટિ (૧૪) દર્શનઅચક્ષુદર્શન (૧૫) જ્ઞાન- બે અજ્ઞાન (૧) યોગ- કાયયોગ (૧૭) ઉપયોગ- સાકાર, અનાકાર બંને. (૧૮) આહાર- સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના વાયુકાયિક જીવો ત્રણ,ચાર,પાંચ કે છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત–મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, મનુષ્ય, તિર્યચ, આ દશ દંડકમાંથી આવે (૨૦) સ્થિતિ- સૂક્ષ્મવાયુકાયની જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. બાદરવાયુકાયની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩000 વર્ષ (૨૧) મરણ– સમુઘાત સહિત અને સમુઘાત રહિત બંને પ્રકારના (૨૨) ચ્યવન- પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં, આ તિર્યંચ ગતિના નવ દેડકમાં જાય. (૨૩) ગતિ-આગતિ- એક તિર્યંચ ગતિમાં જાય, મનુષ્ય અને તિયેચ, આ બે ગતિમાંથી આવે. ઉદાર ત્રસ જીવો - | ८१ से किंतंभंते ! ओराला तसा पाणा? गोयमा ! ओराला तसा पाणा चउव्विहा पण्णत्ता,तंजहा- बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचेंदिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉદાર ત્રસ જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉદાર ત્રણ જીવોના ચાર પ્રકાર છે, યથા– (૧) બેઇન્દ્રિય, (૨) તે ઇન્દ્રિય, (૩) ચૌરેન્દ્રિય અને (૪) પંચેન્દ્રિય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉદાર ત્રસ જીવોના ચાર પ્રકારનું કથન છે. બેઇજિયઃજે જીવોને સ્પર્શેન્દ્રિય અને જિહેન્દ્રિય, આ બે ઇન્દ્રિયો હોય તે બેઇન્દ્રિય છે. તેઈન્દ્રિય -જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, આ ત્રણ ઇન્દ્રિયો હોવાથી તે તેઇન્દ્રિય છે. ચૌરેકિય :- જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિલૅન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય, આ ચાર ઇન્દ્રિયો હોય તે ચૌરેન્દ્રિય છે. પંચેન્દ્રિય -જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયો હોય તે પંચેન્દ્રિય છે. બેઇન્દ્રિય જીવોઃ८२ से किं तं भंते ! बेइंदिया? गोयमा! बेइंदिया अणेगविहा पण्णत्ता, तंजहा