________________
[ ૫૬ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આકારનું છે. તેને ત્રણ વેશ્યાઓ છે. તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિની છે. તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવે છે અને ફક્ત એક તિર્યંચ ગતિમાં જાય છે. તે પ્રત્યેક શરીરવાળા અને અસંખ્યાત હોય છે. આ તેજસ્કાયનું વર્ણન પૂર્ણ થયું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તેજસ્કાયનું ભેદ-પ્રભેદ સહિત ૨૩ કારથી પ્રતિપાદન છે.
તેજસ અર્થાત અગ્નિ જ જેનું શરીર છે તેને તેજસ્કાયિક કહે છે. તેજસ્કાયિક જીવોના બે પ્રકાર છે(૧) સૂક્ષ્મ તેજસ્કાયિક અને (૨) બાદર તેજસ્કાયિક. સૂક્ષ્મ તેજસ્કાય સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. તેના બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદર તેજસકાય -જે અગ્નિકાયિક જીવોને બાદર નામકર્મનો ઉદય છે, તે બાદ તેજસ્કાય છે. તેના અનેક પ્રકાર છે, યથા– ઈગાલ, જ્વાલા, મુર્ખર યાવતું સૂર્યકાંત મણિ નિશ્રિત અગ્નિ. અહીં યાવત શબ્દથી અર્ચિ, અલાત, શુદ્ધ અગ્નિ, ઉલ્કા, વિધુત અશનિ, નિર્ધાત, સંઘર્ષ સમુસ્થિત વગેરે અગ્નિનું ગ્રહણ થાય છે.
ઈગાલ– અંગારા-ધુમાડા વિનાનો પ્રજ્વલિત ખેર આદિનો અગ્નિ. જ્વાલા- અગ્નિ સાથે જોડાયેલી જાજ્વલ્યમાન ખેર આદિની જ્વાળા અથવા દીપકની જ્વાળા. મુર્મર- રાખમાં રહેલા અગ્નિ કણ-તિખારા. અર્ચિ- અગ્નિથી અલગ થયેલી જ્વાલા. અલાત– સળગતી મશાલ, સળગતું લાકડું. શદ્ધ અગ્નિ-લોખંડના ગોળાની અગ્નિ. ઉલ્કા- આગના તણખા.વિધુત- આકાશીય વીજળી. અશનિઆકાશમાંથી ખરતા વજ જેવા અગ્નિકણ(ઇન્દ્રના વજનું નામ અશનિ છે.)નિર્ધાત–વૈક્રિયલબ્ધિ પ્રયોગથી જે અશનિપાત- વજપાત(વીજળી પડવી)થાય તે. સંઘર્ષ સમુસ્થિત- અરણિના લાકડાને ઘસવાથી અથવા અન્ય બીજી વસ્તુ ઘસવાથી ઉત્પન્ન થતી અગ્નિ. સૂર્યકાન્ત મણિ– પ્રખર સૂર્ય કિરણોના સ્પર્શથી સૂર્યકાંત મણિથી ઉત્પન્ન થતી અગ્નિ.
તે ઉપરાંત આ પ્રકારની બીજી અનેક અગ્નિઓ બાદર તેજસ્કાયિક છે. બાદર તેજસ્કાયિકના બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. અપર્યાપ્ત જીવોના વર્ણ આદિ સ્પષ્ટ રૂપે પ્રગટ હોતા નથી. પર્યાપ્ત જીવોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાથી હજારો પ્રકાર અને સંખ્યાત યોનિઓ થઈ જાય છે. તેની સાત લાખ યોનિઓ છે. પર્યાપ્તની નિશ્રામાં જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે, જ્યાં એક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય ત્યાં નિયમા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
તેજસ્કાયિક જીવોમાં શરીર આદિ ૨૩ દ્વારોની વિચારણા પૃથ્વીકાયની સમાન જાણવી જોઈએ. તેમાં ચાર દ્વારમાં વિશેષતા છે. યથાસંસ્થાન– તેજસ્કાયનું સંસ્થાન સૂચિકલાપ–સોઈના ભારાના આકારે છે. વેશ્યા- તેજસ્કાયમાં ત્રણ લેશ્યા હોય છે. ઉપપાત– પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય આ દશ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય છે. તેજસકાયમાં ઉત્પન્ન થાય છે. દેવો ઉત્પન્ન થતા નથી. ચ્યવન- તેજસ્કાય મરીને એક તિર્યંચગતિમાં જ જાય છે, મનુષ્ય ગતિમાં જતા નથી. સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની. ગતિ-આગતિ તેજસ્કાય મરીને તિર્યંચગતિમાં જાય છે અને મનુષ્ય, તિર્યંચ બે ગતિમાંથી આવે છે.