________________
| પ્રતિપત્તિ-૧
તેઉકાય અને વાયુકાયને ગતિત્રસ કહ્યા છે. (૨) રાતા તસT(ઉદારત્રસ)-ઉદાર-પ્રગટપણે, સ્પષ્ટપણે, ત્ર નામ કર્મના ઉદયે જે જીવો ઇચ્છાપૂર્વક ગતિ કરી શકે, ગરમી, ઠંડી આદિના ત્રાસથી સ્વતઃ સ્થાનાંતરિત થઈ શકે તે ઉદાર ત્રસ કહેવાય છે. તેના ચાર ભેદ છે– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. તેજસ્કાયિક જીવો -
७४ से किंतंभंते ! तेउक्काइया? गोयमा ! तेउक्काइया दुविहा पण्णत्ता,तंजहासुहुमतेउक्काइया य बादरतेउक्काइया य? ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! તેજસ્કાયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેજસ્કાયના બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ તેજસ્કાય અને બાદર તેજસ્કાય.
७५ से किं तं भंते ! सुहुमतेउक्काइया? गोयमा ! सुहुमतेउक्काइया जहा सुहुम पुढविकाइया;णवर सरीरगा सूइकलावसठिया, एगगइया,दुआगइया, परित्ता असखेज्जा पण्णत्ता । सेसंतं चेव । सेत सुहम-तेउक्काइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ તેજસ્કાયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! સુક્ષ્મ તેજસ્કાયનું સંપૂર્ણ કથન સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન સમજવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે, તેના શરીરનું સંસ્થાન સોઈના ભારાના આકારે જાણવું જોઈએ.
તે જીવ એક તિર્યંચ ગતિમાં જ જાય છે અને તિર્યંચ તથા મનુષ્ય, આ બે ગતિમાંથી આવે છે. તે જીવ પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ સૂક્ષ્મ તેજસ્કાયનું વર્ણન થયું. |७६ से किंतं भंते ! बादरतेउक्काइया? गोयमा ! बादरतेउक्काइया अणेगविहा पण्णत्ता, तंजहा- इंगाले जाले मुम्मुरे जावसूरकंतमणिणिस्सिए; जेयावण्णे तहप्पगारा। तेसमासओ दुविहा पण्णत्ता, तजहा- पज्जत्ता य अपज्जत्ता य।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર તેજસ્કાયિક જીવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! બાદર તેજસ્કાયિકના અનેક પ્રકાર છે. યથા- અંગારા-કોલસાની અગ્નિ, જ્વાળાની અગ્નિ(જાજ્વલ્યમાન ખેર આદિની જ્વાળા અથવા દીપકની જાળ) મુર્મુર–રાખમાં રહેલા અગ્નિકણ વાવ, સૂર્યકાંત મણિથી નીકળેલી અગ્નિ અને બીજી પણ આ પ્રકારની અનેક અગ્નિ છે. બાદર તેજસ્કાયિક જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત.
७७ तेसिंणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णता? गोयमा !तओसरीरगा पण्णत्ता, तंजहा- ओरालिए, तेयए, कम्मए । सेसंतंचेव, सरीरगा सुइकलावसंठिया, तिण्णि लेस्सा, ठिइ जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि राईदियाई, तिरियमणुस्सेहितो उववाओ,सेसतचेव एगगइया दुआगइआ,परित्ता असंखेज्जा पण्णत्ता,सेततेउक्काइया। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્!તે જીવોને કેટલા શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેને ત્રણ શરીર હોય છે– (૧) ઔદારિક, (૨) તૈજસ અને (૩) કાર્મણ. શેષ કથન બાદર પૃથ્વીકાયની જેમ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે તેના શરીરનું સંસ્થાન સોયના ભારાના