________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સંસ્થાન– બાદર વનસ્પતિકાય જીવોના સંસ્થાન વિવિધ રૂપવાળા અને અનિયત છે. અવગાહના તેની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર યોજન છે, તે કમળ નાલની અપેક્ષાએ જાણવી જોઈએ.
v
સ્થિતિ– ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. પ્રત્યેક શરીરી વનસ્પતિકાયિક જીવો અસંખ્યાત છે અને સાધારણ શરીરી વનસ્પતિકાયિક જીવો અનંત છે.
વનસ્પતિકાયના ૨૩ દ્વાર :- (૧) શરીર– ત્રણ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર. (૨) અવગાહના– સૂક્ષ્મ અને સાધારણ જીવોની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટ અંગૂલનો અસંખ્યાતમો ભાગ અને બાદર જીવોની અપેક્ષાએ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક 1,000 યોજન(કમળ નાલની અપેક્ષાએ)(૩) સંઘયણ– છેવટુ સંઘયણ. (૪) સંસ્થાન— ંડ, અનિયત સંસ્થાન. (૫) કષાય– ચાર (૬) સંજ્ઞા– ચાર (૭) લેશ્યા– સૂક્ષ્મ વનસ્પતિમાં ત્રણ લેચ્યા, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિમાં ચાર લેશ્યા અને સાધારણ શરીરી બાદર વનસ્પતિમાં ત્રણ લેમ્પા છે (૮) ઇન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય (૯) સમુદ્ધાત– ત્રણ, વેદનીય, કપાય અને મારણાંતિક. (૧૦) સંશી– અસંજ્ઞી (૧૧) વેદ– નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ (૧૩) દૃષ્ટિ– મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન– અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન– બે અજ્ઞાન. (૧૬) યોગ– કાયયોગ (૧૭) ઉપયોગ– બંને. (૧૮) આહાર– સૂક્ષ્મ વનસ્પતિમાં ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે. બાદરમાં નિયમા છ દિશાનો (૧૯) ઉપપાત− સૂક્ષ્મ અને સાધારણ શરીરી બાદર વનસ્પતિ મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિના દશ-દશ દંડકમાંથી આવે છે. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય મનુષ્ય, તિર્યંચ અને દેવગતિના ૨૩ દંડકમાંથી આવે છે. (૨૦) સ્થિતિ− સૂક્ષ્મ અને સાધારણ શરીરી બાદર વનસ્પતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિની– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની. (૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત બંને પ્રકારનું મરણ હોય. (૨૨) વન- મનુષ્ય, તિર્યંચ, આ બે ગતિના ૧૦ દંડકમાં જાય છે. (૨૩) ગતિ આગતિ । અને સાધારણ શરીરી બાદર વનસ્પતિ બે ગતિમાં જાય, બે ગતિમાંથી આવે છે. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ બે ગતિમાં (મનુષ્ય નિયંચમાં) જાય, ત્રણ ગતિમાંથી (મનુષ્ય, તિર્યંચ અને દેવમાંથી) આવે છે. ત્રસ જીવો ઃ
સૂક્ષ્મ
૭૨ સેતિ મંતે ! તમા ?નોયના !તલાતિવિહા પળત્તા, તંબા- તેડવાડ્યા, वाठक्काइया, ओराला तसा पाणा ।
ભાવાર્થ [ :- પ્રશ્ન− હે ભગવન્ ! ત્રસ જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ત્રસ જીવોના ત્રણ પ્રકાર છે– તેજસ્કાય, વાયુકાય અને ઉદારત્રસ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રસ વોના ત્રણ ભેદોનું કથન છે.
ત્રસ ઃ– ઇચ્છાપૂર્વક કે ઇચ્છાવિના જે ગતિ કરે છે તેને ત્રસ કહે છે. તેના બે પ્રકાર છે– ગતિત્રસ અને ઉદાર ત્રસ. (૧) ગતિ ત્રસ— જે જીવોમાં સ્થાવર નામકર્મનો ઉદય હોવા છતાં ઇચ્છા વિના ગતિ થાય, તે ગતિ ત્રસ કહેવાય છે. તે અપેક્ષાએ તેઉકાય અને વાયુકાયના જીવો ગતિત્રસ છે, કારણ કે અગ્નિની જ્વાળાઓ ઊર્ધ્વગામી હોય છે અને વાયુ પણ વહેતો રહે છે. આ રીતે ગતિની અપેક્ષાએ પ્રસ્તુત વર્ણનમાં સૂત્રકારે