________________
| પ્રતિપત્તિ-૧
૫૧ |
અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર યોજન છે. તેના શરીરનું સંસ્થાન અનિયત છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની જાણવી જોઈએ વાત તે બે ગતિમાં જાય છે અને ત્રણ ગતિમાંથી આવે છે. પ્રત્યેક વનસ્પતિકાયિક જીવો અસંખ્યાત છે અને સાધારણ વનસ્પતિ કાયિક જીવો અનંત છે. આ રીતે બાદર વનસ્પતિનું અને સ્થાવરનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
વનસ્પતિ જ જેનું શરીર છે, તેને વનસ્પતિકાયિક જીવ કહે છે. તેના બે ભેદ છે– સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ વનસ્પતિ – સૂક્ષ્મનામકર્મના ઉદયે જે વનસ્પતિના જીવો સ્થૂલ શસ્ત્રથી ઘાત પામે નહીં, છદ્મસ્થોને દષ્ટિગોચર થાય નહીં, તે જીવને સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહે છે. તે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. અપરિતા સતા--અભેરારિખઃ અનનૉવધિવત્યર્થ સૂક્ષ્મ વનસ્પતિકાયિકજીવો અપ્રત્યેક શરીરી અર્થાત્ સાધારણ શરીરી છે. એક શરીરમાં એક સાથે અનંત જીવો રહેતા હોય, તેને સાધારણ શરીરી કહે છે. સાધારણ શરીરી જીવો અનંત હોય છે.
સૂમ વનસ્પતિ કાયના ૨૩ દ્વારનું નિરૂપણ સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન જાણવું. વિશેષતા એ છે કે વનસ્પતિકાયનું સંસ્થાન અનિયત છે. બાદર વનસ્પતિ - જે વનસ્પતિના જીવો બાદર નામ કર્મના ઉદયવાળા છે તથા સ્થૂલ શસ્ત્રથી ઘાત પામે અને છાસ્થોને દષ્ટિગોચર થાય તેને બાદર વનસ્પતિ કહે છે. તેના બે ભેદ છે– પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિ - જે વનસ્પતિના જીવોને પ્રત્યેક નામ કર્મના ઉદયે સ્વતંત્ર શરીર પ્રાપ્ત થાય છે, તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. પ્રત્યેક વનસ્પતિના બાર પ્રકાર:(૧) વૃક્ષઃ- જેમાં મૂળ, કંદ, અંધ, શાખા, પ્રશાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ આદિ વનસ્પતિની દશ અવસ્થાઓ હોય છે, તેને વક્ષ કહે છે. વૃક્ષની ઓળખાણ તેના બીજ પરથી થાય છે, બીજના આધારે વૃક્ષના બે પ્રકાર છે– એકાસ્થિક અને બહુબીજક. ૧. એકાસ્થિક- જે વૃક્ષના ફળમાં એક જ બીજ અર્થાત્ એક ઠળીયો હોય તે વૃક્ષને એકાસ્થિક કહે છે. યથા- આંબો, લીમડો, જાંબુ વગેરે. ૨.બહુબીજક–જે વૃક્ષના ફળ માં બહુ બીજ હોય તે વૃક્ષને બહુબીજક કહે છે. યથા– વટવૃક્ષ, દાડમ, વગેરે.
આ બંને પ્રકારના વૃક્ષોના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા અને પ્રવાલ(કુંપળ) અસંખ્ય જીવાત્મક (મુખ્ય જીવો) હોય છે. પાંદડાંમાં(મુખ્ય) એક જીવ અને પુષ્પમાં મુખ્ય અનેક જીવો હોય છે અને ફળમાં, એકાસ્થિક વૃક્ષના ફળમાં એક બીજ અને બહુબીજક વૃક્ષોના ફળમાં બહુબીજ હોય છે. વૃક્ષોના નામ ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમાં કેટલાક નામો પ્રસિદ્ધ છે અને કેટલાક નામો અપ્રસિદ્ધ છે. (૨) ગુચ્છઃ-નાના અને ગોળ છોડને ગુચ્છ કહે છે, યથા-રીંગણી, ભોરીંગણી, જવાસા, તુલસી, આવી, બાવચી, આદિ. (૩) ગુલ્મઃ-ફૂલોના છોડને ગુલ્મ કહે છે. જેમકે- ચંપો, જાઈ, જૂઈ, કુંદ, મોગરો આદિ. (૪) લતા :- જે વનસ્પતિ કોઈ ઝાડ અથવા અન્ય થાંભલા, લાકડી, ભીંત આદિના આધારે ઉપર