SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પર | શ્રી જીવાજીવાભિગમ સત્ર ચડે-વધે તેને લતા કહે છે. જેમકે– ચંપકલતા, નાગલતા, અશોકલતા આદિ. (૫) વલ્લી–વેલા:- જે વેલાઓ વિશેષતઃ જમીન પર ફેલાય છે, તેને વલ્લીઓ કહે છે. જેમ કે આરિયા, તુરિયા, તરબૂચ, ચીભડી, કારેલા, તુંબડી, કોળા, કંકોડા આદિ. () ૫ર્વક:-જે વનસ્પતિમાં વચ્ચે-વચ્ચે પર્વ– ગાંઠ હોય તેવી ગાંઠવાળી અર્થાત્ કાતળીવાળી વનસ્પતિને પર્વક કહે છે. જેમકે– શેરડી, એરડી, સરકડ, નેતર, વાંસ આદિ. (૭) તૃણઃ-લીલા ઘાસ આદિને તૃણ કહે છે. યથા-દર્ભ, કુશ, આરાતારા, કડવાણી, ધરો, કાલિયા આદિ. (૮) વલયઃ-વલયાકાર એટલે કે ગોળ અને ઊંચા ઝાડને વલય કહે છે. જેમ કે તાડ, કેળ, નાળિયેરી, તજ, લવિંગ, ખારેક, ખજૂરી, સોપારીનાં ઝાડ આદિ. (૯) હરિત - વિશેષતઃ લીલી ભાજીને હરિત કહે છે. જેમ કે– તાંદળજો, મેથી, મૂળાની ભાજી, લુણીની ભાજી, વથવાની ભાજી આદિ. (૧૦) ઔષધિઃ - ઔષધિના અર્થ આ પ્રમાણે છે– (૧) ૨૪ પ્રકારના ધાન્ય(અનાજ-કઠોળ)ની જાતને ઔષધિ કહે છે. (૨) ઔષધિ એટલે દવા, જે વનસ્પતિના ઉપયોગથી સુધાવેદનીયનો ઉદય શાંત થઈ જાય, સુધાવેદનીયનો ઉદય દૂર થઈ જાય, તેને ઔષધિ કહે છે. ૨૪ પ્રકારના ધાન્યના બે પ્રકાર છે– (૧) લાસા અને (૨) કઠોળ. તેમાં લાસાના બાર નામો અને કઠોળના બાર નામો અહીં દર્શાવ્યા છે. તે સિવાયની પણ વનસ્પતિ ઔષધિ રૂપ છે. લાસા ધાન્ય- (૧) ઘઉં, (૨) જવ, (૩) જુવાર, (૪) બાજરી, (૫) ડાંગર, (૬) વરી, (૭) બંટી (૮) બાવટો, (૯) કાંગ, (૧૦) ચિયો-ઝીણો, (૧૧) કોદરા અને (૧૨) મકાઈ વગેરે લાસા ધાન્યના ઘણા ભેદ છે. કઠોળ ધાન્ય- (૧) મગ, (૨) મઠ, (૩) અડદ, (૪) તુવેર, (૫) ઝાલર, (૬) વટાણા, (૭) ચોળા, (૮) ચણા, (૯) રાળ, (૧૦) કળથી, (૧૧) મસૂર અને (૧૨) અળસી વગેરે કઠોળ ધાન્યના પણ ઘણા ભેદ છે. આ ૨૪ પ્રકારની ઔષધિઓ છે. (૧૧) જલારહ :- પાણીમાં ઉગનારી વનસ્પતિને જલરુહ વનસ્પતિ કહે છે. જેમકે – પોયણાં, કમળ પોયણાં, કુમુદ, સિંઘોડા, શેવાળ, પનક, કમળકાકડી આદિ જલવૃક્ષો છે. (૧૨) કહણ:- કુહણાને કોસંડા પણ કહે છે. જમીન ફોડીને બહાર નીકળતી વનસ્પતિને કુહણ કહે છે. જેમ કે– બિલાડીની બલી, બિલાડીના ટોપ (મસરૂમ) આદિ. અસંખ્યાત પ્રત્યેક શરીરી જીવો સ્વતંત્ર શરીરમાં રહેવા છતાં જ્યારે એક સાથે રહે છે ત્યારે એકાકારે અને એકરૂપે પ્રતીત થાય છે. નાસા સરિસંવા-જેવી રીતે અખંડ સરસવના દાણાઓને કોઈ ચીકણા દ્રવ્ય દ્વારા મિશ્રિત કરી દેવાથી એક લાડવો બની જાય છે. તેમાં તે સરસવના દાણા અલગ અલગ, પોત-પોતાની અવગાહનામાં જ રહેવા છતાં તે દાણા પરસ્પર ચોંટેલા હોવાથી લાડવા રૂપે એકાકાર પ્રતીત થાય છે. તે જ રીતે પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત પણ સ્વતંત્ર રીતે પોત-પોતાની અવગાહનામાં રહે છે પરંતુ વિશિષ્ટ કર્મરૂપી ચીકાશ દ્વારા પરસ્પર મિશ્રિત હોવાથી એક શરીરાકારે અર્થાત્ એક મૂળ, કંદ આદિ રૂપે અથવા એક વૃક્ષરૂપે પ્રતીત થાય છે. નદ તિત સ ત્તા :- જેવી રીતે તલપાપડીમાં પ્રત્યેક તલ પોતપોતાની અવગાહનામાં અલગ
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy