________________
૨૦ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ગાથાર્થ- વિવિધ આકારવાળા વૃક્ષોના પાંદડાઓમાં અર્થાત્ ગુચ્છ, ગુલ્મ આદિ બારે પ્રકારની વનસ્પતિઓના પાંદડાંમાં એક જીવ હોય છે, તાડ, સરળ, નાળિયેર આદિ વૃક્ષોનાં સ્કંધમાં પણ એક-એક જીવ હોય છે અર્થાત્ સૂત્રોક્ત તાડ આદિ સિવાય સર્વ વૃક્ષોના સ્કંધ અસંખ્યજીવી હોય છે./ ૧ી.
જેવી રીતે સ્નિગ્ધ દ્રવ્યથી(ગુંદવગેરે ચીકણા પદાર્થથી) પરસ્પર એકરૂપ થયેલા સરસવના લાડવામાં સરસવના પ્રત્યેક દાણા પૃથક-પૃથક હોવા છતાં પણ એકરૂપ પ્રતીત થાય છે, તેવી જ રીતે કર્મરૂપીસ્નિગ્ધતાથી એકત્ર થયેલા પ્રત્યેક શરીરી જીવોના શરીર ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ શરીર સંઘાતરૂપ- એકરૂપે પ્રતીત થાય છે.. ૨
જેવી રીતે તલપાપડી(તલ સાંકળી)માં સર્વ તલ અલગ-અલગ દેખાવા છતાં પણ ઘણા તલ ભેગા થાય ત્યારે તલપાપડી બને છે તે જ રીતે પ્રત્યેકશરીરી જીવોના અનેક શરીર સંઘાતરૂપ હોય છે.. ૩
આ પ્રમાણે તે(પૂર્વોક્ત) પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોની પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે. ७१ से किंतंभंते !साहारणसरी-बायरवणस्सइकाइया?
गोयमा !साहारणसरीस्बायरवणस्सइकाइया अणेगविहा पण्णत्ता,तंजहा- आलुए, मूलए, सिंगबेरे,हिरिलि,सिरिलि,सिस्सिरिलि, किट्टिया,छिरिया,छिरियविरालिया,कण्हकदे, वज्जकदे,सूरणकंदे,खल्लूडे, किमिरासि, भद्दमुत्था,पिंडहलिा,लोही,णीहु, थीहु, थिभगा, अस्सकण्णी, सीहकण्णी, सीउंढी, मुसंढी; जेयावण्णे तहप्पगारा । तेसमासओ दुविहा पण्णत्ता,तंजहा- पज्जत्तगा य अपज्जत्तगाय । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયિકના જીવોના અનેક પ્રકાર છે, યથાબટેટા, મૂળા, આદુ, હિરિલિ, સિરિલિ, સિરિરિલી, કિટ્ટીકા, ક્ષીરિકા, ક્ષીર વિડાલિકા, કૃષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, ખલૂર, કૃમિરાશિ, ભદ્રમુસ્તા, હળદર, લોહિ, સ્નિહુ થીહુ-થોર, હસ્તિભાગા, અશ્વકર્ણી, સિંહકર્ણી, સિકંડી, મુષઢી અને બીજા પણ આ પ્રકારના સાધારણ વનસ્પતિકાયિક જીવો અનેક પ્રકારના જાણવા જોઈએ. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. ७२ तेसिंणं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता?
गोयमा !तओसरीरगा पण्णत्ता,तंजहा-ओरालिए, तेयए, कम्मए । तहेव जहा बायरपुढविकाइयाणं। णवरंसरीरोगाहणाजहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं साइरेग जोयणसहस्सं । सरीरगा अणित्थत्थसठिया,ठिई जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं दसवाससहस्साईजावदुगइया, तिआगइया, परित्ता असंखेज्जा,अपरित्ता अणता पण्णत्ता। सेतं बायरवणस्सइकाइया । सेत थावरा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!તે વનસ્પતિકાયના જીવોને કેટલાં શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ત્રણ શરીર હોય છે– ઔદારિક, તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે સર્વ કથન બાદર પથ્વીકાયિકોની જેમ જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે, તેના શરીરની અવગાહના જઘન્ય