________________
૪૬ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કેટલા શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેને ત્રણ શરીર હોય છે, યથાર્ ઔદારિક, તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે સર્વ દ્વારોની વક્તવ્યતા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની જેમ જાણવી. વિશેષતા એ છે કે તેનું તિબુક–પાણીના પરપોટા જેવું સંસ્થાન હોય છે, શેષ કથન પૂર્વવત્ જાણવું યાવતુ તે જીવો બે ગતિવાળા–બે આગતિવાળા, પ્રત્યેક શરીરી અને અસંખ્યાત હોય છે. આ સૂક્ષ્મ અપ્લાયનો અધિકાર પૂર્ણ થાય છે.
६३ से किंतंभंते ! बायरआउक्काइया? गोयमा ! बायरआउक्काइया अणेगविहा पण्णत्ता,तं जहा- ओसा, हिमे जावजेयावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्ता य अपज्जत्ता य।।
तं चेव सव्वं णवरंथिबुगसंठिया, चत्तारि लेसाओ, आहारो णियमा छद्दिसिं, उववाओ तिरिक्खजोणियमणुस्सदेवेहिं । ठिई जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं सत्तवास सहस्साइंसेसतंचेव जहा बायरपुढविकाइया जावदुगइया तिआगइया परित्ता असंखेज्जा पण्णत्ता समणाउसो ! सेतंबायरआउक्काइया,सेत आउक्काइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બાદર અપ્લાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બાદર અષ્કાયિક જીવોના અનેક પ્રકાર છે, જેમકે- ઓસ, હિમ યાવતુ અન્ય પણ આ પ્રકારના પાણી છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત.
- આ પ્રમાણે પૂર્વવત્ (પૃથ્વીકાયની જેમ) સર્વ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેનું સંસ્થાન પાણીના પરપોટા જેવું છે. તેમાં ચાર વેશ્યાઓ છે. તે નિયમા છ દિશાનો આહાર કરે છે. ઉપપાત-તિર્યંચ મનુષ્ય અને દેવ, આ ત્રણ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે યાવત તે બે ગતિવાળા, ત્રણ આગતિવાળા છે. તેઓ પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. હે આયુષ્યમાનું શ્રમણ ! આ બાદર અપ્લાયિકોનું કથન છે. આ રીતે અપ્લાયિકોનો અધિકાર પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અષ્કાયિક જીવોના ભેદ-પ્રભેદ અને ૨૩ દ્વારોનું અતિદેશાત્મક સંક્ષિપ્ત વર્ણન છે. અપ્લાય-પાણી જ જેનું શરીર છે તેને અપ્લાય કહે છે, તેના બે પ્રકાર છે– સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ અપ્લાયના જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. તેના પર્યાપ્તા અને અપર્યાપ્ત બે ભેદ છે. બાદર અપ્લાય લોકના દેશભાગમાં હોય છે.
બાદર અપ્લાયના અનેક પ્રકાર છે. ઓસ, હિમ, મહિકા, કરા, હરતનુ—ભૂમિ ફોડીને અંકુરિત થનારા તૃણાદિ ઉપર રહેલું પાણીનું બુંદ, શુદ્ધોદક- આકાશમાંથી પડેલું અથવા નદી આદિનું પાણી, શીતોદક– ઠંડા કૂવા આદિનું પાણી, ઉષ્ણોદક- ગરમ પાણીના ઝરા, લવણોદક- ખારું પાણી, વારુણોદક– મદિરા જેવું પાણી, અલ્પ ખાટું પાણી, અત્યંત ખાટું પાણી, ક્ષીર સમુદ્રનું પાણી, વૃતવર સમુદ્રનું પાણી, પુષ્કરવર સમુદ્રનું પાણી, ઇક્ષરસ સમાન પાણી વગેરે અનેક પ્રકાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે છે. તેના પણ અપર્યાપ્ત અને પર્યાપ્ત બે ભેદ છે. પર્યાપ્ત જીવની નેશ્રામાં જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે અને તે નિયમતઃ અસંખ્યાત ઉત્પન્ન થાય છે. અપ્લાયની પણ વર્ણાદિની તરતમતાથી સાત લાખ જીવાયોનિ છે. તેના ૨૩