________________
| પ્રતિપત્તિ-૧
દ્વારનું કથન પૃથ્વીકાયની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે અપ્લાયનું સંસ્થાન પાણીના પરપોટાના આકારે છે અને બાદર અપ્લાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. અપ્લાયના ૨૩ દ્વાર - (૧) શરીર– ત્રણ–ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર. (૨) અવગાહના- જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. (૩) સંઘયણ-છેવટુ સંઘયણ. (૪) સંસ્થાન- હુંડ. સિબુક–પાણીના પરપોટાના આકારે છે. (૫) કષાય- ચાર () સંશા- ચાર (૭) વેશ્યા- સૂક્ષ્મ અપ્લાયમાં પ્રથમની ત્રણ, બાદર અપ્લાયમાં પ્રથમની ચાર (૮) ઈન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય
૯) સમુદ્દઘાત- પ્રથમની ત્રણ (૧૦) સંજ્ઞી- અસંજ્ઞી છે. (૧૧) વેદ– નપુંસકવેદ (૧૨) પર્યાપ્તિ- પ્રથમની ચાર પર્યાપ્તિ અને ચાર અપર્યાપ્તિ (૧૩) દષ્ટિ–મિથ્યાષ્ટિ (૧૪) દર્શન- અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન-બે અજ્ઞાન (૧૬) યોગ– કાયયોગ (૧૭) ઉપયોગ–બને. (૧૮) આહાર– સૂમિ અપ્લાય જીવો ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી અને બાદર અપ્લાય જીવો છે એ દિશામાંથી ૨૮૮ પ્રકારે પુગલો ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– સૂક્ષ્મ અપ્લાયિક જીવો મનુષ્ય, તિર્યંચ ગતિના ૧૦ દંડકમાંથી અને બાદર અપ્લાયિક જીવો–મનુષ્ય,તિર્યંચ અને દેવગતિ-ઈશાનદેવલોક પર્વતના દેવોમાંથી અર્થાત્ એકનારકીના દંડકને છોડીને શેષ ૨૩ દંડકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ- જીવોની સ્થિતિ-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, બાદર અપ્લાય જીવોની-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ- ,000 વર્ષની. (૨૧) મરણ– સમુઘાત સહિત અને સમુદ્યાત રહિત બંને પ્રકારનું મરણ. (રર) ચ્યવન– તેઓ આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિના દશ દંડકમાં ઉત્પન્ન થાય છે. (૨૩) ગતિ-આગતિ- સૂક્ષ્મ જીવો મનુષ્ય તથા તિર્યચ, આ બે ગતિમાં જાય અને બે ગતિમાંથી આવે તથા બાદર જીવો બે ગતિમાં જાય અને મનુષ્ય, તિર્યંચ તથા દેવ, આ ત્રણ ગતિમાંથી આવે. પરિતા :- અષ્કાયિક જીવો પ્રત્યેક શરીરી અને અસંખ્યાત જીવો છે. તે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. વનસ્પતિકાયિક જીવો - ६४ सेकिंतंभंते ! वणस्सइकाइया? गोयमा ! वणस्सइकाइया दुविहा पण्णत्ता,तं