________________
[૪૪]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
चंदण गेरुय हंसगब्भे, पुलए सोगंधिए य बोद्धव्वे ।
चंदप्पह वेरुलिए, जलकते सूरकते य ॥४॥ (૧) શુદ્ધ પૃથ્વી- નદી કિનારાની માટી (૨) શર્કરા- નાના કાંકરા આદિ, (૩) વાલુકા- રેતી (૪) ઉપલ- ટાંકણા વગેરે સાધનને તેજ કરવા, ધાર કાઢવા માટે ઘસવાનો પથ્થર (૫) શીલા- ઘડવા યોગ્ય મોટો પથ્થર (૬) લવણ-મીઠું વગેરે (૭) ઉષ– ક્ષારવાળી માટી જેનાથી જમીન ઉપર થઈ જાય છે (૮) લોઢુ (૯) ત્રાંબુ (૧૦) ત્રપુ–રાંગા(કલાઈ) (૧૧) સીસું (૧૨) ચાંદી (૧૩) સોનું (૧૪) વ્રજ હીરા (૧૫) હરતાલ (૧૬) હીંગળો (૧૭) મન:શીલા (૧૮) પારો (૧૯) અંજન (૨૦) પ્રવાલ-મુંગા(૨૧) અભ્રપટલ (અબરખ) (૨૨) અભ્ર વાલુકા-અબરખ મિશ્રિત રેતી; ૧૮ પ્રકારના રત્ન, યથા– (૨૩) ગોમેર્જક (૨૪) રુચક (૨૫) અંક (૨૬) સ્ફટિક (૨૭) લોહિતાક્ષ (૨૮) મરકત (૨૯) મારગલ (૩૦)ભુજ- મોચક (૩૧) ઇન્દ્રનીલ (૩૨) ચંદન (૩૩) ગેરુઆ (૩૪) હંસગર્ભ (૩૫) પુલક (૩૬) સૌગંધિક (૩૭) ચંદ્રપ્રભ (૩૮) વૈડૂર્ય (૩૯) જલકાંત (૪૦) સૂર્યકાંત.
બાદર પૃથ્વીકાય જીવોના બે ભેદ છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના વર્ણાદિની તરતમતાની અપેક્ષાએ હજારો પ્રકાર છે. પર્યાપ્ત જીવોની નિશ્રામાં જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે અને નિયમતઃ અસંખ્યાત ઉત્પન્ન થાય છે. યોનિ-યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન. પૃથ્વીકાયિક જીવોના ઉત્પત્તિ સ્થાનો સંવૃત્ત, વિવૃત્ત અને સંવૃત્તવિવૃત્ત; શીત, ઉષ્ણ અને શીતોષ્ણ; સચિત્ત, અચિત્ત અને મિશ્ર આ ત્રણે પ્રકારના હોય છે. તેમાં પણ વર્ણાદિની અપેક્ષાએ સંખ્યાત ભેદ થાય છે. પૃથ્વીકાયિક જીવોની સાત લાખ જીવાયોનિ છે. પરિતા:- સુક્ષ્મ અને બાદર બંને પ્રકારના પૃથ્વીકાયિક જીવો પરિત-પ્રત્યેક શરીરી છે. તેઓનું શરીર સૂક્ષ્મ હોવા છતાં સ્વતંત્ર હોય છે. પૃથ્વીકાયિક જીવો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોય છે.
બાદર પથ્વીકાયના ૨૩ દ્વારનું કથન સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન છે. તેમાં તેના પાંચ દ્વારમાં વિશેષતા છે, તે આ પ્રમાણે છે(૧) લેશ્યા બાદર પૃથ્વીકાયને ચાર લેશ્યા હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ-ઈશાન દેવલોકના તેજોલેશી દેવો પોતાના જ આભરણો, રત્નકુંડલ આદિમાં મૂચ્છિત થઈને તેમાં અથવા અન્ય પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોય છે. તેજોલેશી દેવો મરીને તેજલેશ્યા યુક્ત સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે. (૨) આહાર– બાદર જીવો લોકના નિષ્ફટમાં ખૂણાના ભાગમાં હોતા નથી, તેથી તેને કોઈ પણ દિશાનો વ્યાઘાત ન હોવાથી તેઓ નિયમતઃ છ દિશામાંથી આહાર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. (૩) ઉપપાત– બાદર પૃથ્વીકાયમાં ભવનપતિ-વ્યંતર+ જ્યોતિષી+વૈમાનિક(પહેલા–બીજા દેવલોકના દેવો)+પાંચ સ્થાવર+ત્રણ વિકસેન્દ્રિય+તિર્યંચ પંચેન્દ્રિય+મનુષ્યો, આ ૨૩ દંડકના જીવો ઉત્પન્ન થાય છે. નારકી મારીને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. (૪) સ્થિતિ– બાદર પૃથ્વીકાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ રર,૦૦૦ વર્ષની છે. (૫) આગતિ– બાદર પૃથ્વીકાયમાં દેવ ગતિના જીવો પણ આવીને ઉત્પન્ન થાય છે, તેથી મનુષ્ય, તિર્યંચ અને દેવગતિ, આ ત્રણ ગતિના જીવો આવે છે, શેષ દ્વારનું કથન સૂક્ષ્મ પૃથ્વીકાયની સમાન છે.