________________
પ્રતિપત્તિ-૧
૪૩
उववज्र्ज्जति पुच्छा ? णो णेरइएस उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववज्जंति, णो देवेसु उववज्जंति, तं चेव जाव असंखेज्जवासाउय वज्जेहिंतो उववज्जति।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવ ત્યાંથી મરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! તે નૈયિકોમાં અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ અને મનુષ્યમાં પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી.
६० ते! जीवा कइगइया कइआगइया पण्णत्ता ? गोयमा ! दुगइया तिआगइया परित्ता असंखेज्जा य समणाउसो ! से तं बायरपुढविक्काइया । से त पुढविक्काइया । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવ કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા છે?
ઉત્તર– હે ગૌતમ ! તે જીવો મૃત્યુ પામીને મનુષ્ય અને તિર્યંચ, આ બે ગતિમાં જાય છે અને મનુષ્ય, તિર્યંચ તથા દેવ,આ ત્રણ ગતિમાંથી આવીને જન્મ ધારણ કરે છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે બાદર પૃથ્વીકાયિકના જીવ પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાતા છે. આ બાદર પૃથ્વીકાયનું વર્ણન પૂર્ણ થાય છે અને તેથી સાથે પૃથ્વીકાયનું વર્ણન પણ પૂર્ણ થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં બાદર પૃથ્વીકાયનું ૨૩ દ્વારથી અતિદેશાત્મક નિરૂપણ છે.
બાદર પૃથ્વીકાય– બાદર નામકર્મના ઉદયથી જે પૃથ્વીકાયિક જીવોનું શરીર બાદર હોય, સમૂહરૂપમાં ચર્મચક્ષુઓથી ગ્રાહ્ય હોય તે બાદર પૃથ્વીકાયિક જીવ છે. બાદર પૃથ્વીકાયિક જીવોના બે ભેદ છે– શ્લેષ્ણ (કોમળ) પૃથ્વી અને ખર(કઠોર) પૃથ્વી.
(૧) શ્લષ્ણ પૃથ્વી જે માટી દળેલા લોટ સમાન મૃદુ-કોમળ હોય, તે માટી શ્લષ્ણ પૃથ્વી કહેવાય છે અને તેમાં રહેલા જીવ શ્લણ પૃથ્વીકાયિક કહેવાય છે.
કોમળ બાદર પૃથ્વીકાયના સાત પ્રકાર છે– (૧) કાળી માટી (૨) નીલી માટી (૩) લાલ માટી (૪) પીળી માટી (૫) સફેદ માટી (૬) પાંડુ માટી અને (૭) પનક માટી. કોઈ દેશ વિશેષમાં માટી પાંડુ નામથી પ્રસિદ્ધ છે, તે પાંડુમાટી છે. નદીમાં પૂર ઉતરી જાય પછી ભૂમિમાં જે કાંપ જામી જાય તેને પનક માટી(જલમલ)કહે છે.
ખર બાદર પૃથ્વીકાયિકઃ-ખર-કઠોર બાદર પૃથ્વીકાયિક જીવોના અનેક પ્રકાર છે. ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ખર પૃથ્વીના નામ આ પ્રમાણે વર્ણિત છે—
पुढवी सक्कराय वालुया य, उवले सिला य लोणूसे । अय तंब तउय सीसय, रुप्प सुवण्णे य वइरे य ॥१॥ हरियाले हिंगुलए, मणोसिला सासगंजणपवाले । अब्भपडलब्भवालुय, बायरकाए मणि विहाणा ॥ २ ॥ गोमेज्जए य रुए, अंके फलिहे य लोहियक्खे य । मरगय मसारगल्ले, भुजमोयग इंदनीले य ॥३॥