________________
| પ્રતિપત્તિ
૩૭ |
અર્થાત્ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિવાળા પુદ્ગલો ગ્રહણ કરે છે, તેના એક સમયથી દસ સમયના દસ અને સંખ્યાત સમય, અસંખ્યાત સમય, તેમ કાળના કુલ ૧૨ વિકલ્પ થાય છે.) ૧૫ થી ૨૭૪. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત પુદ્ગલોને ગ્રહણ કરે છે.
જીવ અનંતપ્રદેશી ઢંધને ગ્રહણ કરે છે તે અનંત પ્રદેશી સ્કંધ પાંચ વર્ણમાંથી કોઈ પણ વર્ણ, ગંધ, રસ અને સ્પેશયુક્ત હોય છે.
સ્થાનમાર્ગણા– સામાન્ય વિવક્ષા. સામાન્ય રીતે એક, બે, ત્રણ, ચાર કે પાંચ વર્ણવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે. વિધાનમાર્ગણા- વિશેષ વિવક્ષા. વિશેષ અપેક્ષાએ તે કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ પાંચેય વર્ણના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે કાળા આદિ વર્ણમાં પણ અનંત પ્રકારે ચૂનાધિકતા હોય છે, તેથી એકગુણ કાળા યાવતુદશગુણ કાળા, સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ કાળા(૧૩વિકલ્પોથી) પુગલોને ગ્રહણ કરે છે. આ જ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસમાં પણ આ સર્વવિકલ્પો સમજી લેવા જોઈએ.
જીવ અનંત પ્રદેશ સ્કંધને ગ્રહણ કરે છે. કોઈ પણ સ્કંધમાં એક, બે કે ત્રણ સ્પર્શ હોતા નથી. આહાર યોગ્ય પુદ્ગલ સ્કંધમાં ઓછામાં ઓછા ચાર સ્પર્શ હોય છે, તેથી ચાર, પાંચ, છ, સાત કે આઠ સ્પર્શવાળા પુગલોને ગ્રહણ કરે છે. તેમાં પણ કર્કશ, સ્નિગ્ધ આદિ આઠે સ્પર્શમાં એક ગુણથી અનંતગુણ પર્યતની ૧૩ બોલની ન્યુનાધિકતા હોય છે. આ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ તે ૨૦ ગુણોના ૧૩-૧૩ વિકલ્પ કરતાં ૨૦ x ૧૩ = ૨૪૦ વિકલ્પ થાય છે. આ રીતે દ્રવ્યનો એક, ક્ષેત્રનો એક અને કાલના બાર અને + ભાવોના બસ્સો સાઠ કુલ મળીને ૧+૧+૧૨ +૨૬૦ = ૨૭૪ વિકલ્પ થાય છે. ૨૭૫. સ્પષ્ટ- જીવ આત્મ પ્રદેશોને સ્પર્શેલા આહાર દ્રવ્યોના પુગલોને ગ્રહણ કરે છે, અસ્પષ્ટને નહીં. ૨૭૬. અવગાઢ- જીવ પ્રદેશો જેટલા આકાશ પ્રદેશ ઉપર અવગાહિત–સ્થિત હોય, તેટલા આકાશ પ્રદેશ અવગાઢ કહેવાય છે અર્થાત્ શરીર પ્રમાણ ક્ષેત્ર અવગાઢ કહી શકાય. જીવ આત્માવગાઢ આહાર પુગલોને ગ્રહણ કરે છે. અનવગાઢ ક્ષેત્રમાં રહેલા યુગલો ગ્રહણ થતાં નથી. ૨૭૭. અનંતરાવગાઢ– અંતર–વ્યવધાન રહિત. શરીર પ્રમાણ અવગાઢ ક્ષેત્રમાંથી જે આત્મપ્રદેશ જે આકાશપ્રદેશ ઉપર છે, તે જ આકાશ પ્રદેશ ઉપર સ્થિત આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. અન્ય હાથ-પગાદિ ક્ષેત્રમાં સ્થિત આહાર દ્રવ્યો અર્થાત્ પરંપરાવગાઢ આહાર દ્રવ્યો ગ્રહણ થતાં નથી. ૨૭૮-૨૭૯. અણુ-બાદર–જીવ અનંત પ્રદેશી આહાર સ્કંધોને ગ્રહણ કરે છે. અનંતના અનંત ભેદ છે. તેમાં અલ્પ સંખ્યક અનંત પ્રદેશ સ્કંધ અણુ કહેવાય છે અને વધુ સંખ્યક અનંત પ્રદેશ સ્કંધ બાદર કહેવાય છે. જીવ અણુ અને બાદર બંને પ્રકારના અનંત પ્રદેશી આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. ૨૮૦૨૮૧-૨૮૨. ઊર્ધ્વ, અધો અને તિરછી દિશા– જેટલા ક્ષેત્રમાં જીવના ગ્રહણ યોગ્ય આહાર દ્રવ્યો અવસ્થિત છે એટલે કે શરીરસ્થ જીવ પ્રદેશોથી અવગાહિત ક્ષેત્રના ઉપર, નીચે અને તિરછી ત્રણે દિશામાંથી આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. ૨૮૩-૨૮૪-૨૮૫. આદિ, મધ્યમ, અંત– આહાર દ્રવ્યોનો ગ્રહણ કાળ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. જીવ તેના પ્રારંભના, મધ્યના અને અંતના ત્રણ વિભાગોમાં રહેલા આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે. ૨૮. સ્વ વિષય– સ્પષ્ટ, અવગાઢ અને અનંતરાવગાઢ આહાર વર્ગણા સ્વ વિષયભૂત કહેવાય છે. સ્કૃષ્ટ, અવગાઢ અને અનંતરાવગાઢ આકાશ પ્રદેશ ઉપર સર્વપ્રકારની વર્ગણાઓ હોય છે, તેમાંથી જીવ સ્વ વિષયભૂત આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે.