________________
[ ૩૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
૨૮૭. આનુપૂર્વી– અનંતરાવગાઢ ક્ષેત્રમાં અનંત આહાર દ્રવ્યો હોય છે, જીવ તેને અનુક્રમથી ગ્રહણ કરે છે. આ ક્રમપૂર્વકના ગ્રહણને આનુપૂર્વી ગ્રહણ કહે છે. અનાનુપૂર્વીથી એટલે વ્યુત્ક્રમથી આહાર દ્રવ્યનું ગ્રહણ થતું નથી. ૨૮૮. ત્રણ, ચાર, પાંચ કે છ દિશા– જીવ જો લોકની મધ્યમાં સ્થિત હોય, તેને એક પણ દિશામાં અલોકનો વ્યાઘાત ન હોય તો તે છ દિશામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે પરંતુ જીવ લોકના નિષ્ફટ–ખૂણાના પ્રદેશમાં હોય તો તેને અલોકનો વ્યાઘાત થાય છે. જેટલી દિશામાં અલોક હોય તેટલી દિશાના પુદ્ગલો તે ગ્રહણ કરી શકતો નથી. યથા– અધો લોકાંતના નિષ્કટ પ્રદેશમાં–ખૂણામાં રહેલો જીવ ત્રણ દિશામાંથી જ પુગલ ગ્રહણ કરે છે કારણ કે તેને ત્રણ દિશામાં અલોક રહે છે. આ રીતે જીવની સંસ્થિતિ અનુસાર તે જીવ ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી પુદ્ગલ ગ્રહણ કરે છે. ૩, ૪, ૫, ૬ દિશામાંથી આહાર :
A 42 બે દિશામાં અલોક ચાર દિશામાંથી આહાર
એક દિશામાં અલોક – પાંચ દિશામાંથી આહાર
* ત્રણ દિશામાં અલોક ત્રણ દિશામાંથી આહાર
લોક મધ્ય અને છદિશામાંથી આહાર