________________
[ ૩૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
(૧૩) દષ્ટિ દ્વારઃ- દષ્ટિ એટલે વસ્તુ તત્ત્વનું દર્શન, શ્રદ્ધા અને તેનો સ્વીકાર. તેના ત્રણ ભેદ છે– ૧. સમ્યગ્દષ્ટિ– વસ્તુઓનું યથાતથ્ય દર્શન કરવું, જિન ભાષિત તત્વ સ્વરૂપનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવો, તે સમ્યગુદૃષ્ટિ છે. ૨.મિથ્યાદષ્ટિ-વસ્તુઓનું યથાતથ્યદર્શન ન કરવું, જિન ભાષિત તત્વસ્વરૂપનો યથાતથ્યરૂપે શ્રદ્ધાપૂર્વક સ્વીકાર ન કરવો, તે મિથ્યાદષ્ટિ છે. ૩. મિશ્રદષ્ટિ– જે દષ્ટિ સમ્યગુ પણ ન હોય અને મિથ્યા પણ ન હોય, તે મિશ્રદષ્ટિ છે. (૧૪) દર્શન દ્વારઃ- ચક્ષુ આદિના માધ્યમે વસ્તુના સામાન્ય સ્વરૂપને જોવું–જાણવું. તે દર્શન કહેવાય છે, તેના ચાર પ્રકાર છે– (૧) ચક્ષુ દર્શન (૨) અચક્ષુ દર્શન (૩) અવધિ દર્શન (૪) કેવળ દર્શન.
૧. ચક્ષુદર્શન-ચક્ષુ દ્વારા વસ્તુને સામાન્યપણે જોવું જાણવું તે ચક્ષુ દર્શન છે. ૨. અચક્ષુ દર્શન-ચક્ષુ સિવાયની શેષ ઇન્દ્રિયો અને મન દ્વારા પદાર્થોને સામાન્ય પણે જોવા-જાણવા તે અચક્ષુ દર્શન છે. ૩. અવધિ દર્શન-ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોને સામાન્યરૂપે જોવા-જાણવા, તે અવધિ દર્શન છે. ૪.કેવળ દર્શન- સંસારના સકલ પદાર્થોને સામાન્યરૂપે જોવા-જાણવા તે કેવળ દર્શન છે. (૧૫) જ્ઞાન-અશાન તાર :- વસ્તુને વિશેષ વિચારણાઓ પૂર્વક જાણવા તે જ્ઞાન છે તેમાં પણ સમકિતી જીવના બોધને શાન અને મિથ્યાત્વી જીવના બોધને અજ્ઞાન કહેવાય છે.
જ્ઞાનના પાંચ પ્રકાર છે- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. અજ્ઞાનના ત્રણ પ્રકાર છે– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
કોઈપણ જીવને ઓછામાં ઓછા બે જ્ઞાન કે બે અજ્ઞાન હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હંમેશાં સાથે જ રહે છે. ત્યાર પછી જીવના વિકાસ અને પુરુષાર્થ અનુસાર અવધિ આદિ જ્ઞાન પ્રગટ થાય છે. (૧) યોગ દ્વારઃ- મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. તેમજ મુખ્ય કાવઃ વર્ષનો ચેન સ યોન: કર્મફલને ભોગવવા માટે જીવ જેના દ્વારા જોડાય તે યોગ છે. તેના ત્રણ ભેદ છે– મનયોગ, વચનયોગ અને કાયયોગ. (૧૭) ઉપયોગ દ્વારઃ- આત્માની બોધરૂપ પ્રવૃત્તિને ઉપયોગ કહે છે. ઉપયોગના બે પ્રકાર છે– સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ– જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલ જ્ઞાન ગુણમાં ઉપયુક્ત થવું, તે સાકારોપયોગ છે. સાકારોપયોગના આઠ પ્રકાર છે– પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. પ્રસ્તુત દ્વારમાં તે સર્વના ઉપયોગને સાકારોપયોગ કહ્યો છે. અનાકાર ઉપયોગ-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલ દર્શનગુણમાં ઉપયુક્ત થવું તે અનાકાર ઉપયોગ છે. અનાકારોપયોગના ચાર પ્રકાર છે– ચક્ષુદર્શનાદિ ચાર દર્શન. પ્રસ્તુત દ્વારમાં તે ચારેયના ઉપયોગને અનાકારોપયોગ કહ્યો છે. આ રીતે જ્ઞાન અને દર્શન મળીને બાર ઉપયોગ છે. પરંતુ આ દ્વારમાં તે સર્વને સાકાર અને અનાકારરૂપ બે ઉપયોગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. (૧૮) આહાર દ્વારઃ- આહીયને રૂતિ બાદ ૨: જીવ દ્વારા પુદ્ગલોનું ગ્રહણ થાય, તેને આહાર કહે છે. જીવ આહાર સંજ્ઞાએ કરીને શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે, તે આહાર કહેવાય છે.
જીવ આહાર માટે કેવા પુદગલો કેવી રીતે ગ્રહણ કરે છે? તે વિષયનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ વિસ્તૃત વર્ણન, આ દ્વારમાં છે.
જીવ– ૧. દ્રવ્યથી અનંત પ્રદેશ સ્કંધને ગ્રહણ કરે છે. ૨. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુલોને ગ્રહણ કરે છે, ૩ થી ૧૪. કાલથી એક, બે, ત્રણ, પાવત દસ કે સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળ