________________
પ્રતિપત્તિ-૧
[ ૩૫ ]
કરી, મનરૂપે પરિણત કરી, મનયોગનું અવલંબન લઈને વિચારોરૂપે છોડવાની યોગ્યતાને મનપર્યાપ્તિ કહે છે.
જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે એક સાથે સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ બાંધવાની શરૂઆત કરે છે અને તે પર્યાપ્તિઓની પૂર્ણતા ક્રમશઃ થાય છે. આહાર પર્યાપ્તિ પ્રથમ સમયમાં જ પૂર્ણ થઈ જાય છે. શેષ પાંચ પર્યાપ્તિઓ ક્રમશઃ એક-એક અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય છે. ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ પૂર્ણ થવાના કાળ વચ્ચે અત્યંત અલ્પ અંતર હોવાથી અનેક સ્થાને શાસ્ત્રકાર તે બંને પર્યાપ્તિને સાથે ગણી પાંચ પર્યાપ્તિનું કથન કરે છે. પાંચ પર્યાપ્તિના ઉલ્લેખ સમયે પણ પર્યાપ્તિ તો છ જ હોય છે. ત્યાં ભાષા અને મનપર્યાપ્તિની એક સાથે ગણના કરીને પાંચ પર્યાપ્તિનો ઉલ્લેખ છે તેમ સમજવું. શાસ્ત્રમાં દેવ અને નારકીના વર્ણનમાં પ્રાયઃ પાંચ પર્યાપ્તિઓનું કથન છે અને ગર્ભજ મનુષ્યાદિમાં ક્યાંક પાંચ પર્યાપ્તિનું અને ક્યાંક છ પર્યાપ્તિનું કથન પ્રાપ્ત થાય છે.
આહાર પર્યાપ્તિ સિવાય દરેક પર્યાપ્તિને તથા સર્વે ય પર્યાપ્તિઓને પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એક પર્યાપ્તિને પૂર્ણ થવાનું અંતર્મુહૂર્ત નાનું છે અને સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનું અંતર્મુહૂર્ત મોટું છે, તેમ સમજવું.
પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ બંનેના બે-બે ભેદ છે, પર્યાપ્તના બે ભેદ– (૧) લબ્ધિ પર્યાપ્ત (૨) કરણ પર્યાપ્ત. અપર્યાપ્તના પણ બે ભેદ છે– (૧) લબ્ધિ અપર્યાપ્ત (૨) કરણ અપર્યાપ્ત.
૧. લબ્ધિ પર્યાપ્ત- જે જીવો પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે, તે જીવો લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે.
૨. કરણ પર્યાપ્ત જે જીવોએ પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પ્રાપ્ત કરી લીધી હોય તે જીવો કરણ પર્યાપ્ત કહેવાય છે. કરણપર્યાપ્તા જીવો અવશ્ય લબ્ધિ પર્યાપ્તા જ હોય છે.
૩. લબ્ધિ અપર્યાપ્ત– જે જીવો અપર્યાપ્ત નામ કર્મના ઉદયે, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે, તે જીવો લબ્ધિ અપર્યાપ્ત છે.
૪. કરણ અપર્યાપ્ત- અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો કરણ અપર્યાપ્ત જ રહે છે અને પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો જ્યાં સુધી પર્યાપ્ત ન થાય, સ્વ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે પણ કરણ અપર્યાપ્ત કહેવાય છે. લબ્ધિ પર્યાપ્તા આદિ ચારેયની પારસ્પરિક સંભાવના :ક્રમ
લબ્ધિ લબ્ધિ કરણ
કિરણ પર્યાપ્તા | અપર્યાપ્તા | પર્યાપ્તા | અપર્યાપ્તા લબ્ધિ પર્યાપ્તા લબ્ધિ અપર્યાપ્તા કરણ પર્યાપ્તા કરણ અપર્યાપ્તા
સંકેત / = સંભવે, x = ન સંભવે, –= સ્વયં
*| || X | Y |