________________
૨૮ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે જીવ મૃત્યુ પામીને કેટલી ગતિમાં જાય છે અને કેટલી ગતિમાંથી આવે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે જીવ બે ગતિમાંથી આવે છે અને બે ગતિમાં જાય છે. હે આયુષ્યમાન શ્રમણ! તે સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો પ્રત્યેક શરીરવાળા અને અસંખ્યાત લોકના આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાતા કહ્યા છે. અહીં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયના સૂક્ષ્મ અને બાદર, આ બે ભેદોનું કથન કરીને ૨૩ દ્વારથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું વિસ્તૃત વર્ણન છે. પૃથ્વીકાયિક જીવના બે પ્રકાર છે– (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય અને (૨) બાદર પૃથ્વીકાય. સૂમપૃથ્વીકાય:- સૂક્ષ્મ નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર ચર્મચક્ષુઓથી દેખી શકાતું નથી તે સૂક્ષ્મ જીવ છે. તે સૂક્ષ્મ જીવ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. જેવી રીતે કાજલની ડબ્બીમાં કાજલ ઠસોઠસ ભરેલું હોય છે અથવા જેવી રીતે ગંધની પેટીમાં સુગંધ સર્વત્ર વ્યાપ્ત રહે છે, તેવી રીતે સૂક્ષ્મ જીવ આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. આ સૂક્ષ્મ જીવો કોઈથી પ્રતિઘાત પામતાં નથી, કોઈના મારવાથી મરતા નથી, છેદવાથી છેદાતા નથી, ભેદવાથી ભેદાતા નથી; વિશ્વની કોઈ પણ વસ્તુથી તેનો ઘાત થતો નથી પરંતુ આયુષ્ય પૂર્ણ થતાં તે સ્વયં મૃત્યુ પામે છે. બાદર પૃથ્વીકાય:- બાદર નામકર્મના ઉદયથી જે પૃથ્વીકાયિક જીવોના શરીર ચર્મચક્ષુથી ગ્રાહ્ય થાય અથવા ગ્રાહ્ય ન પણ થાય, જેનો ઘાત-પ્રતિઘાત થાય, જે મારવાથી મરે, છેદવાથી છેદાય, ભેદવાથી ભેદાય, તે બાદર પૃથ્વીકાયિક જીવ છે. તે લોકના નિયત સ્થાનમાં જ હોય છે. સૂક્ષ્મ જીવોની જેમ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત નથી. સુમ પુથ્વીકાયના પ્રકાર :- તેના બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. (૧) પર્યાપ્ત– જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તે પર્યાપ્ત છે. (૨) અપર્યાપ્ત-જે જીવોએ સ્વયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કરી નથી તે અપર્યાપ્ત છે. ત્રેવીસ દ્વારઃ- આ સૂત્રની વ્યાખ્યામાં ર૩ દ્વાર સૂચક બે ગાથાઓ છે, તે આ પ્રમાણે છે
सरीरोगाहण संघयण, संठाण कसाय तह य हुंति सण्णाओ। लेसिदिय समुग्घाए, सण्णी वेए य पज्जत्ती ॥१॥ दिट्ठी दसण णाणे, जोगुवओगे तहा किमाहारे ।
उववाय ठिई समुग्घायं, चवण गइरागई चेव ॥२॥ અર્થ:- (૧) શરીર (૨) અવગાહના (૩) સંહનન (૪) સંસ્થાન (૫) કષાય (૬) સંજ્ઞા (૭) લેશ્યા (૮) ઇન્દ્રિય (૯) સમુદ્યાત (૧૦) સંજ્ઞી-અસંજ્ઞી (૧૧) વેદ (૧૨) પર્યાપ્તિ (૧૩) દષ્ટિ (૧૪) દર્શન (૧૫) જ્ઞાન-અજ્ઞાન (૧૬) યોગ (૧૭) ઉપયોગ (૧૮) આહાર (૧૯) ઉપઘાત (૨૦) સ્થિતિ (૨૧) સમવહતઅસમવહત (રર) ચ્યવન (૨૩) ગતિ-આગતિ. આ ત્રેવીસ દ્વારોના માધ્યમે પૃથ્વીકાયથી વૈમાનિકદેવ પર્યત સર્વજીવોની વક્તવ્યતા આ પ્રતિપત્તિમાં છે. (૧) શરીર દ્વારઃ- જીવ જેમાં રહે છે તેને શરીર કહે છે. શરીર પાંચ છે– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીર.