________________
| પ્રતિપત્તિ-૧
[ ૨૭ ]
મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય તેમાં અકર્મભૂમિના અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્યોને છોડીને, શેષ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. ५० तेसिं णं भंते ! जीवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોની સ્થિતિ કેટલા કાળની હોય છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે.
५१ तेणं भंते ! जीवा मारणंतियसमुग्घाएणं किं समोहया मरंति असमोहया मरंति? गोयमा ! समोहया वि मरति, असमोहया वि मरति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવ મારણાંતિક સમુદ્યાત સહિત મરે છે કે સમુઘાત રહિત મરે છે? ઉત્તર- હે ગૌતમ! તે મારણાંતિક સમુદ્યાત સહિત પણ મરે છે અને સમુદ્યાત રહિત પણ મરે છે.
५२ तेणंभंते !जीवा अणंतरंउववट्टित्ता कहिंगच्छंत? कहिं उववज्जति? किंणेरइएसु उववजंति, तिरिक्खजोणिएसु उववज्जति, मणुस्सेसु उववज्जति, देवेसु उववति? ___ गोयमा ! णो णेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववजंति, मणुस्सेसु उववजंति, णो देवेसु उववति । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! તે જીવ મૃત્યુ પામીને કઈ ગતિ પ્રાપ્ત કરે છે? ક્યાં ઉત્પન્ન થાય છે? શું તે જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય છે કે તિર્યચ, મનુષ્ય કે દેવમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ!તે જીવનૈરયિક અને દેવમાં ઉત્પન્ન થતા નથી પણ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. [५३ जइ तिरिक्खजोणिएसु उववज्जति किं एगिदिएसु उववज्जति जावपंचिंदिएसु उववति? गोयमा !एगिदिएसुउववज्जति जावपचिंदियतिरिक्खजोणिएसुउववज्जति, असखेज्जवासाउयवज्जेसुपज्जत्तापज्जत्तएसुववज्जति। मणुस्सेसुअकम्मभूभग अतरदीवग असंखेज्जवासाउयवज्जेसुपज्जत्तापज्जत्तेसुउववज्जति। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્!તિર્યંચમાં ઉત્પન્ન થતાં તે જીવો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે કે યાવત તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! તે એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે યાવતુ પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચોને છોડીને શેષ પર્યાપ્ત-અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં અકર્મભૂમિ અને અંતર્લીપના મનુષ્યો તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્યોને છોડીને શેષ પર્યાપ્ત-અપર્યાપ્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ५४ तेणं भंते ! जीवा कइ गइया कइ आगइया पण्णत्ता? गोयमा !दुगइयादुआगइया पण्णत्ता । परित्ता असंखेज्जा पण्णत्तासमणाउसो ! सेतं सुहमपुढविक्काइया ।